________________
વયણ ખટકે રે જેમ વાઉલો, રાજાના હૈડે ખટકે મયણાના બોલ રે...
સાહેલી, ૯ કોડીયા રાજાને કહેવડાવીયું, આવજો નયરી ઉજજૈણીની માંય રે...
સાહેલી ૧૦ કીર્તિ અવિચલ રાખવા, આપીશ મારી કુંવરી રાજકન્યાય રે...
સાહેલી. ૧૧ ઉબર રાણો હવે આવીયો, સાથે સાતસે કોઢીયાનું સૈન્ય રે... સાહેલી. ૧૨ આવ્યો વરઘોડો મધ્ય ચોકમાં, ખચ્ચર ઉપર બેઠા ઉબર રાય રે...
સાહેલી૦૧૩ કોઈ લુલા ને કોઈ પાંગળાં, કોઈના મોટા સુપડા જેવડા કાન રે...
સાહેલી૦ ૧૪ કોઈ મુખે ચાંદા ચળચગે, કોઈ મુખે માખીઓનો રણકાર રે... સાહેલી. ૧૫ શોર બકોર સુણી સામટા, લાખો લોક જોવા ભેગા થાય રે...સાહેલી. ૧૬ સર્વ લોક મળી પૂછતાં, ભૂત પ્રેત કે હોય પિશાચ રે... સાહેલી ૧૭ ભૂતડા જાણીને ભસે કુતરા, લોકોને મન થયો છે ઉત્પાત રે...સાહેલી. ૧૮ જાન લઈ ને અમે આવીયા, પરણે અમારો રાણો રાજકન્યાય રે...
સાહેલી. ૧૯ કૌતુક જોવાને લોકો સાથમાં, ઉબરરાણો આવ્યો રાજાની પાસ રે...
સાહેલી ૨૦ હવે રાય કહે મયણાં સાંભળો, કર્મે આવ્યો કરો ભરથાર રે...સાહેલી. ૨૧ તમે કરો અનુભવ સુખનો, જુઓ તમારા કર્મ તણો પસાય રે...
સાહેલી. ૨૨ કહ્યું ન્યાય સાગર બીજી ઢાળમાં, નવપદ ધ્યાને થાય મંગલ માલ રે...
સાહેલી. ૨૩
ઢાળ ૩ તાત આદેશે મયણા ચિતવે રે લોલ, જ્ઞાનીનું દીઠું થાય રે,
કર્મતણી ગતિ પેખજો રે લોલ... ૧ અંશ માત્ર ખેદ નથી આણતી રે લોલ, નહિ મુખડાનો રંગ પલટાય રે કર્મ- ૨ હશે જાયો રાજાનો કે રંકનો રે લોલ, પિતા સોપે છે પંચની સાખ રે....
સઝાય સરિતા
૨૭૭