________________
સંસારમાં સુખ દુઃખ ભોગવે રે લોલ, એ કર્મ તણો છે પસાય રે...
શ્રી. ૩૨ રાજા ક્રોધે બહુ કળકળ્યો રે લોલ, મયણા શું ભાંખે વયણ રે... શ્રી. ૩૩ રત્ન હિંડોળે હિંચતી રે લોલ, પહેરી રેશમી ઉચા પટકુળ રે... શ્રી. ૩૪ જગત સૌ જીજી કરે રે લોલ, તારી ચાકરી કરે પગ સેવ રે... શ્રી. ૩૫ તે મારા પસાયથી જાણજો રે લોલ, રૂઠે રોળી નાંખુ પલમાંય રે...શ્રી. ૩૬ મયણા કહે તુમ કુળમાં રે લોલ, ઉપજવાનો ક્યાં જોયો તો જોશ રે...
શ્રી૩૭ કર્મ સંયોગે ઉપની રે લોલ, મળ્યા ખાન પાન આરામ રે... શ્રી ૩૮ તમે મોટા મને મલ્હાવતા રે લોલ, તે મુજ કર્મ તણો પસાય રે...શ્રી. ૩૯ રાજા કહે કર્મ ઉપરે રે લોલ, દિસે તને હઠવાદ રે... શ્રી ૪૦ કર્મે આણેલા ભરથારને રે લોલ, પરણાવી ઉતારૂં ગુમાન રે... શ્રી ૪૧ રાજાના ક્રોધને સમાવવા રે લોલ, લઈ ચાલ્યો રચવાડી પ્રધાન રે...
નવપદ ધ્યાન પસાયથી રે લોલ, સવી સંકટ દૂરે પલાય રે... શ્રી ૪૩ કહે ન્યાયસાગર પહેલી ઢાળમાં રે લોલ, નવપદથી નવનિધિ થાય રે..
શ્રી ૪૪
ઢાળ ૨ રાજા ચાલ્યો રયવાડીએ, સાતે લીધો સૈન્યનો પરિવાર રે સાહેલી મોરી ધ્યાન ધરો રે અરિહંતનું... ૧ ઢોલ નિશાન તિહાં ઘુરકે, બરછીઓ ને ભાલાનો ઝલકાર રે... સાહેલી૨ ધૂળ ઉડ ને લોકો આવતા, રાજા પૂછે પ્રધાનને એ કોણ રે... સાહેલી ૩ પ્રધાન કહે સુણો ભૂપતિ, એ છે સાતસે કોઢીયાનું સૈન્ય રે... સાહેલી ૪ રાજાની પાસે આવે યાચવા, કોઢીયા સ્થાપિ રાજા એ રે... સાહેલી ૫ કોઠે ગળી છે જેની આંગળી, યાચવા આવ્યો કોઢીયા કેરો દૂત રે...
રાણી નહી રે અમ રાયને, ઉચા કુળની કન્યા મળે કોય રે... સાહેલી. ૭ દાઢે ખટકે રે જાણે કાંકરો, નયણ ખટકે રે એ તો રેણું સમાન રે...સાહેલી ૮
૨૭૬
સક્ઝાય સરિતા છે