SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ વાત જાણી એહ રાણીયે રે, નૃપને ઓળભો દીધ; સુણી તેડી ઘર આણીયા રે, વિનય બહુલો કીધ રે. પ્રાણી ૧૦ ભાવી બે જણ ભાવથી રે, પાપ નિવારણ કાજ; મારગ પૂછે મુનિરાજને રે, ભવજલધિમાં જહાજ રે. પ્રાણી ૧૧ નવપદ આરાધન કરો રે, મુનિવર ભાખે એમ ; પાપ સકલ દૂરે ટળે રે, લહીયે વાંછિત એમ રે. પ્રાણી૧૨ રાજારાણી બેઉ તપ તપી રે, થયા મયણા ને શ્રીપાલ; પૂર્વ કૃત કર્મ યોગથી રે, આપદ-સંપદ આળ રે. પ્રાણી૧૩ નવપદ મહિમા અતિ ઘણો રે, કહેતાં ના’ વે પાર; ગુરૂ અમૃત એમ ઉચ્ચરે રે, ભાવે સેવો નરનાર રે. પ્રાણી૧૪ [+] ૧૫૪. શ્રીપાળરાજા-મયણાસુંદરીની સઝાયો (૨) ઢાળ ૪ ઢાળ ૧ આસો માસે તે ઓળી આદરી રે લોલ, ધર્યું નવપદજીનું ધ્યાન રે; શ્રીપાલ રાજાને મયણા સુંદરી રે લોલ.... ૧ માલવ દેશનો રાજયો રે લોલ, નામે પ્રજાપાલ ભૂપ રે... શ્રી. ૨ સૌભાગ્ય સુંદરી રૂપ સુંદરી રે, લોલ, રાણી બે રૂપ ભંડાર રે... શ્રી. ૩ એક મિથ્યાત્વી ધર્મની રે લો, બીજીને જૈન ધર્મરાગ રે... શ્રી. ૪ પુત્રી એકેકી બેઉને રે લોલ, વધે જેમ બીજ કેરો ચંદ રે... શ્રી. ૫ સૌભાગ્યસુંદરીની સુરસુંદરી રે લોલ, ભણે મિથ્યાત્વીની પાસ રે...શ્રી. ૬ રૂપસુંદરીને મયણાસુંદરી રે લોલ, ભણાવે જૈન ધર્મસાર રે... શ્રી) ૭ રૂપ કલા ગુણે શોભતી રે લો, ચોસઠ કલાની જાણ રે... શ્રી. ૮ બેઠા સભામાં રાજવી રે લોલ, બોલાવે બાલિકા દોય રે... શ્રી ૯ સોળે શણગારે શોભતી રે લોલ, આવી ઉભી પિતાની પાસ રે... શ્રી૧૦ વિદ્યા ભણ્યાનું જોવા પારખું રે લોલ, રાજા પૂછે તિહાં પ્રશ્ન રે... શ્રી. ૧૧ (સાખી)-જીવ લક્ષણ શું જાણવું, કુણ કામદેવ ઘરનાર; શું કરે પરણી કુમારિકા, ઉત્તમ ફુલ શું સાર. રાજા પૂછે એ ચારનો, આપો ઉત્તર એક; ૨૭૪ સઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy