________________
દૃઢ ધર્મા તેડાવી રાય કુંવર મનાવીયે રે તુમ્હે રહિખું મંદરમાય ફાસુ પાણી આહાર આણી આપસું રે મનિ સંજમ આરાહિ... રૂઅડો૦ ૧૪ બિહું ઉપવાસી આંબિલ કરતો પારણે રે તપ સંવચ્છર બાર
છેડે અણસણ આરાધે એક માસનું રે મિન સમરતુ નવકાર... રૂઅડો૦ ૧૫ સુખી હુઓ સુર દેવલોક પંચમે રે રૂપે લીલ વિલાસ
ઈણિપરે શીલ શિરોમણિ જે હોય રે તસ પાએ હું દાસ... રૂઅડો૦ ૧૬
૧૫૩. શ્રીપાળરાજા-મયણાસુંદરીની સજ્ઝાયો (૧) (પૂર્વભવની સજ્ઝાય)
હિરણ્યપુર નામે નયરમાં રે, રાય નામે શ્રીકાંત, શ્રીમતી નામે રાણી તેહની રે, શુદ્ધ સમકિતવંત રે; પ્રાણી ! આરાધો સિદ્ધચક્ર, જિમ લહીયે સુખ અભંગ રે. પ્રાણી ૧
રાજા મિથ્યામતિ અતિ ઘણો રે, સુણે ન રાણીની વાત; આહેડક વ્યસની ઘણો રે, કરે હિંસા તે કુજાત રે. પ્રાણી૦ ૨ એક દિન શિકારે જાવતાં રે, સાતસે ઉલ્લંઠ સાથ; કાઉસ્સગ્ગ ધ્યાનમાં સ્થિર રહ્યા રે,મુનિ દેખે નરનાથ રે. પ્રાણી ૩
હાંસીથી શ્રીકાંત રાજા કહે રે, કુષ્ઠરોગે પીડ્યો એહ; ઉલ્લંઠ સાતસે એમ સુણી રે, પીડે મુનિવર દેહ રે. પ્રાણી૦ ૪
તાડના કરે મુનિને ઘણી રે, જેમ જેમ ઉલ્લંઠ લોક; તેમ તેમ રાજા રાજી હુવે રે, બાંધે પાપના થોક રે. પ્રાણી ૫ એક દિન શિકારે એકલો રે, ગયો રાજા ઘરી પ્યાર; મૃગ આવ્યો એક હાથમા રે, ભુલ્યો મારગ તેણીવાર રે. પ્રાણી ૬
નદી નજદીક આવતાં રે, દેખી મુનિવર એક; કાને ઝાલીને જળમાં બોળતો રે, પીડે પ્રકાર અનેક રે. પ્રાણી ૭
એક દિન ઝરૂખે બેસીને રે, નગર નિહાળે રાય; ભિક્ષાર્થે ભમતો મુનિ દેખીને રે, રાજા દિલ દુભાય રે. પ્રાણી૦ ૮ સેવકને કહે સાધુને રે, કાઢો નગરથી બહાર;
DO
રાય હુકમ સુણી કરી રે, થયા સેવકો તૈયાર રે. પ્રાણી૦ ૯ સજ્ઝાય સરિતા
૨૭૩