________________
૧૫૨. શિવકુમારની સજઝાય પવરથ રાય વીત શોકાપુરી રાજી રે તસુ વનમાલા નારિ જિણે જાયું રે જાઉં રે ગિરૂઓ ને ગુણી આગળો રે નામે શિવકુમાર.. રૂઅડો રાજહંસ રે એક દિન બેઠો અંતે ઉરિસ્યુ માળીયે રે પંખી સાધુ સુજાણ તસુ સંયોગે સંસાર સરૂપ સુજાણીઓ રે જાણી જિનવર આણ... રૂડો૦ ૨ પાયે લાગીને માતપિતાને વિનવે રે અચ્છે લેણ્યે સંયમભાર અણમાનીતો બેઠો અણ બોલીઓ થઈ રે છાંડી સર્વ આહાર... રૂઅડો૦ ૩ રૂપે રૂઅડી પાંચસે અંતેઉરી રે બોલાવી બહુ નેહ ભૂખ દીયંતિ દિન પણિ દશ આંગળી રે સામી મ દાખો છે.. રૂઅડો. ૪ એક દંતે તરણું દેતી પાયે પડી રે એક મૂકે હું હુંકાર આંસુ પાડે દુ:ખ દેખાડે રોવતી રે બોલી બોલે વિકાર... અડો. ૫ એક આરિસો અલવિયે કરતી ઉગટે રે એક એક સિરિ ચંપક માલ પાન સમારી બીડું આણી એક દીયે રે એક મૂકે મેવા થાળ... રૂઅડો૦ ૬ એક માદલ ભુંગળ વીણા વાંશ બજાવતી રે નવલા કરી શિણગાર પાયે ઘુઘરી નેઉર નાચતી રે એક માંડે નાટક સાર... અડો. ૭ એક સિરિમંડલ મહુયરી સીંગપુરતી રે ગેલિ ગાઈ રાસ એક સિંદૂરે સહીઅરી સિંઘઉ સારતી રે અંગિ કરી ઉચ્છા... રૂઅડો. ૮ એક ચંદન ચરચે પુરમાંહિ મારતી રે એક ઉડાડે વાય એક ઉગાહે અગર કપુર કસ્તુરડી રે વિલસી વસંત માસ... રૂઅડો. ૯ એક પહિરણી ચોળી રૂઅડી રે નયણે તાકી બાણ એક શિવ શિવ કરતી આગલિ પાછલિ ઉતરેરે તસ પગલે ફાટે પાહાણ...
રૂઅડો૦ ૧૦ હાવભાવે શિવ કીસું નવિ ભેદીયો રે બેઠો મેરૂ સમાન રમણીરૂપે કિમ ભોલે ન ભોળવ્યો રે હિયડે થાઈ ધ્યાન... રૂડો૦ ૧૧ ગીત વિલાપ સરિખ હીયડે ચિંતવે રે ભૂષણ માની ભાર નાટક નીતિ વિડંબના શિવની વસિ રે સ્ત્રી ભોગ દુઃખ ભંડાર...રૂઅડો. ૧૨ વિલખી વહુસર પંચ સિજઈ વિનવે રે ત્રીજે દિન નરનાહ સામી કુંવર તુમારું અડે નવિ ભેદીઓ રે એણી પહેરીઓ શીલસનાહ.
રૂડો૦ ૧૩
૨૭૨
સઝાય સરિતા