________________
અવગુણ પાંખે કાંઈ વિસારીયા રે, તુજ વિણ ઘડીય છ માસ. શા૦ ૯ ઈમ ઝૂરતી ભદ્રા માવડી રે, અંતે ઉર પરિવાર; દુ:ખભર વંદી બેઉ સાધુને રે, આવ્યા નગર મોઝાર. શા. ૧૦ સર્વાર્થ સિદ્ધ મહાસુખ ભોગવે રે, શાલિભદ્ર દોય સુસાધ; મુનિ મેઘરાજ સ્તવે ગુણ તેહના રે, પામ્યા સુખ નિરાબાધ. શા૦ ૧૧
૧૫૧. શાલિભદ્રની સઝાયો (૪) સુભદ્રા માતા ઈમ ભણે, તુમ સાંભળો પુત્ર; તુમ ઘરે શ્રેણિક આવીયા, ઉઠો સુત ! સુતા. ૧ માતાજી તમે શું કહો, લેઈ ભરો વખાર; લાભ આવતો જાણજો, ન કરો તે વાર. ૨ માતા વળતું ઈમ ભણે, વસીયે જેહ નિવાસ; ભૂપતિ શ્રેણિક આવીયા, તેહના આપણે દાસ. ૩ કણસણતો તવ ઉઠીયો, આવીયો શ્રેણિક પાસ; ભૂપતિ અંકે બેસાડીયો, મુખે એહવું ભાસ. ૪ ધન-ધન અવતાર એહનો, ધન-ધન મુજ ગામ; છતાં એહવા ધનપતિ વસે, ધન-ધન તેહનું ધામ. ૫ મોતી હાર કંઠે ઠવી, તવ શ્રેણિક વલીયા; શાલીભદ્ર મંદીર ગયા, નિજ પ્રમદાને મલીયા. ૬ મન વૈરાગ્ય અતિ ઉપન્યો, મુજથી અધિક સેહ; ઓછા તપ મેં જે ક્ય, હવે કરૂં કર્મનો છે. ૭ એક એક દિન પરિહરી, આણી મન વૈરાગ; ઈમ કરતાં એટલે દિને, સવિ કાંધલું ત્યાગ. ૮ વીર પાસે સંયમ લીધો, પાળે નિરતિચાર; માસ છમાસ તપ કરી, રડું પાળી ચારિત્ર. ૯ વૈભારગિરી અણસણ લીધો, પાળી સુખ અપાર; ધનવિમલ ઈમ ભણે, પામ્યા સુર અવતાર.૧૦
સક્ઝાય સરિતા