________________
૮
વિણ વહોર્યા પાછા વળ્યા રે, આણી મન સંદેહ; મારગ મહિયારી મલી રે, મુનિવરને સસ્નેહ રે. ૭ નેહે તન મન ઉલસ્યાં રે, વિકસ્યાં નયન અપાર; એ એ મોહ વસે વહે રે, દૂધ પયોધર ધાર રે. ગોરસ વહોરાવી વળી રે, મહિયારી તેણી વાર; સંશય ધરતાં આવીયા રે, સમવસરણ મોઝાર રે. ૯ પૂરવ ભવ માતા તણો રે, શાલિભદ્ર વૃત્તાંત; ચૌદ સહસ અણગારમાં, ભાખે શ્રી ભગવંત ૨.૧૦ વૈભારગિરિ અનશન કરી રે, અનુત્તર સુરપદ વાસ; મહાવિદેહમાં સિદ્ધશે રે, વિજયલક્ષ્મી સુવિલાસ રે.૧૧
[X] ૧૫૦. શાલિભદ્રની સજ્ઝાયો (૩)
શાલિભદ્ર મોહ્યો રે, શિવરમણી રસે રે, કામણગારી હો નાર; ચિત્તડું ચોર્યું રે, ધૂતારીએ રે, તેણે મેલી માય વિસાર. શા ૧ એકદિન પૂછે રે શાલિભદ્ર સાધુજી રે, ભાખો ભગવન્ ! આજ; પારણું હોશે રે પ્રભુ કેહને ઘરે રે, બોલ્યા વીર જિનરાજ. શા૦ ૨ માત તુમારી હાથે પારણું રે, સાંભળી શાલિભદ્ર ધન્ન; વહોરવા પહોતા રે ભદ્રા આંગણે રે, તપે કરી દુર્બળ તન્ન. શા૦ ૩ આંગણે આવ્યા કેણે નવિ ઓળખ્યા રે, વળીય તે અણગાર;
દહીં વહોરાવ્યું પૂરવ ભવની માવડી રે, મન ધરી હરખ અપાર. શા૦ ૪ વીર જિનવચને તેજ નિસુણી રે, મન ધરી અતિ હી વૈરાગ; ગિરિ વૈભારે અણસણ આદર્યું રે, પાદોપગમન સાર. શા૦ ૫ ઈમ સુણીને ભદ્રા માવડી રે, અને વળી બત્રીશ નાર; આવ્યા હાં તે મુનિવર પોઢીયા રે, વિલપે અતિ હી સંભાર. શા૦ ૬ ભદ્રા કહે રે પુત્ર તું માહરો રે, કિહાં તે સુખ વિસ્તાર; શ્રેણિક શું રે આવ્યો નવિ જાણ્યું રે, કાંઈ કરો કટ અપાર. શા૦ ૭ ભદ્રા કહે છે પુત્ર સોહામણો રે, તું મુજ જીવન આધાર; મેં પાપિણીએ સુત નવિ ઓળખ્યો રે, સુઝતો ન દીધો આહાર. શા૦ ૮ એકવાર સાહમુ જોને વાહલા રે, પૂરો અમારી રે આશ;
૨૭૦
સજ્ઝાય સરિતા