SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ આણીએ મન ભાવશુદ્ધ ઉપાધ્યાય મન રૂલી, જે પન્નર કર્મભૂમિ માંહી સાધુ પ્રણમો તેહ વળી; જેમ કૃષ્ણપક્ષે શુકલપક્ષે શિયલ પાલ્યો તે સુણો, ભરતારને સ્ત્રી બન્ને જેહનું ચારિત્ર ભાવે હું ભણું. ૨ ભરતક્ષેત્રે રે સમુદ્રતીરે દક્ષિણ દિસે, કચ્છ દેશે રે વિજયશેઠ શ્રાવક વસે; શીયળવ્રત રે અંધારા પક્ષનો લીયો, બાળપણામાં રે એવો નિશ્ચે મન કીયો. ૩ મન કીયો નિશ્ચય તેણે એહવો, પક્ષ અંધારો પાળશું, ધરી શિયળ નિચે એહ રીતે, વિષય દૂષણ ટાળશું; એક છેય સુન્દરરૂપે વિજયા, નામે કન્યા તિહાં વળી, તેણે શુકલપક્ષનો નિયમ લીધો, સુગુરુ જોગે મન રૂલી. ૪ કમજોગે રે માંહોમાંહે તે હું તણો, શુભ દિવસે રે હુઓ વિવાહ સોહામણો; તવ વિજ્યા રે સોળ શણગાર સજી કરી, પિયુમન્દિર રે પહોંચી મન ઉલટ ધરી. ૫ મન ધરી ઉલટ અધિક પહોંચી, પિયુ પાસે સુન્દરી, તે દેખી હરખી શેઠ ભાખે, આજ તો છે આખડી; મુજ શિયળ નિયમ છે પક્ષ અંધારો, તેહના દિન ત્રણ છે, તે નિયમ પાળી શુકલપક્ષે, ભોગ ભોગવશું પછે. ૬ એમ સાંભળી રે તવ વિજ્યા વિલખી થાઓ, પિયુ પૂછે રે કાં ચિંતા તુજને થાએ; તવ વિજ્યા રે કહે શુકલપક્ષનો મેં લિયો, બાળપણમાં રે વ્રત ચોથો નિશ્ચ ડ્યિો. ૭ ક્યિો નિચે બાળપણમાં, શુકલપક્ષ વ્રત પાળશું, ઉભય પક્ષ હવે શિયળ પાળી, નિયમ દૂષણ ટાળશું તો તમે અવર નારી પરણીને, હવે શુક્લપક્ષ સુખ ભોગવો, કૃષ્ણપક્ષે નિયમ પાળી, અભિગ્રહ એમ જોગવો. ૮ ઈસક્ઝાય સરિતા ૨ ૬૫
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy