________________
તવ વળતો રે તસ ભરથાર કહે ઈસ્યું, વિષયારસ રે કાલકૂટ હોય જીસ્યું, તેહ છાંડી રે શિયળ સબળ બેઉ પાળશું, એહ વારતા ૨ે માત-પિતાને ન જણાવશું. માત-પિતા જબ જાણશે, તવ દીક્ષા લેશું ધરી દયા, એમ અભિગ્રહ લેઈને, તે ભાવ ચારિત્રીયા થયા; એકત્ર સજ્યા શયન કરતાં, ખડ્ગધારા વ્રત ઘરે, મન વચન કાયાએ કરી, શુદ્ધ શિયળ બેઉ આચરે. ૧૦
૯
ઢાળ ૨
વિમળ કેવળી તામ, ચંપાનયરીએ, તતક્ષણ આવી સમોસર્યા એ; આણી અધિક વિવેક, શ્રાવક જિનદાસ, કહે વિનયે ગુણે પરવર્યો એ. ૧૧ સહસ ચોરાશી સાધુ, મુજ ઘર પારણો, કરે જો મનોરથ તો ફળે એ; કેવળજ્ઞાની અગાધ, કહે શ્રાવક સુણો, એહ વાત તો નવિ બને એ. ૧૨ કિહાં એટલા સાધુ, કિહાં વળી સુઝતો,ભાત-પાણી એટલો એ; તો હવે તેહ વિચાર, કરો તુમ જિમ તિમ, દીધાં ફળ હુવે એટલો એ. ૧૩ છે એક ચ્છદેશ, શેઠ વિજ્ય વળી, વિજ્યા ભાર્યા તસ ઘરે એ; ભાવતિ ગૃહી, ભેખ તેહને ભોજન, દીધે ફળ હવે એટલો એ. ૧૪ જિનદાસ કહે ભગવન્ત, તિણ માંહે એટલા, ગુણ કુણ વ્રત છે ઘણા એ, કેવળી કહે અનન્ત, ગુણ તસુ શિયળમાં, કૃષ્ણ શુકલ પક્ષ વ્રત તણા એ.૧૫
ઢાળ ૩
કેવળી મુખે સાંભળી, શ્રાવક તે જિનદાસો રે; કચ્છદેશે હવે આવીયો, પૂરે તે મનની આશો રે. ૧૬ ધન ધન શિયળ સોહામણો, શિયળ સમો નહીં કોઈ રે,
૨૬૬
શિયળે સુર સાનિધ્ય કરે, શેઠ વિજય વિજયા ભણી, સહસ ચોરાશી સાધુના, માત પિતા જબ પૂછીયું, તેહનો શિયળ વખાણ રે, કેવળી મુખે જિમ સુણ્યો, તિમ કહે ચતુર સુજાણ રે. ધન૦ ૧૯
સજ્ઝાય સરિતા
શિયળે શિવસુખ હોય રે. ધન૦ ૧૭ ભક્તિશું ભોજન દેઈ રે, પારણાનો ફળ લેઈ રે. ધન૦ ૧૮