________________
શ્રીપુરનગરનો રાજયો રે લાલ, વિમલ જશા ભૂપાલ રે; વિ૦
આદરજો કાંઈ આખડી રે લાલ. ૧ સુમંગલા પટરાણીએ રે લાલ, જમ્યા તે યુગલ અમૂલ રે; વિ૦ નામ ઠરાવ્યું હોય બાલનું રે લાલ, પુષ્પચૂલા વંડ્યૂલ રે. વિ૦ ૨ અનુક્રમે ઉદ્ધત થયો રે લાલ, લોક કહે વંચૂલ રે; વિ૦ લોક વચનથી ભૂપતિ રે લાલ, કાઢયો સુત વંકચૂલ રે. વિ૦ ૩ પુષ્પચૂલા લઈ બેનડી રે લાલ, પલ્લીમાં ગયો વંડ્યૂલ રે; વિ૦ પલ્લીપતિ કીયો ભીલડો રે લાલ, ધર્મ થકી પ્રતિકુલ રે. વિ૦ ૪ સાત વ્યસન સરસો રમે રે લાલ, ન ગમે ધર્મની વાત રે; વિ. વાટ પાડે ને ચોરી કરે રે લાલ, પાંચસો તેણી સંગાથ રે.વિ૦ ૫ ગજપુરપતિ દીએ દીકરી રે લાલ, રાખવા નગરનું રાજ રે; વિ૦ સિંહગુફા તિણે પલ્લિમાં રે લાલ, નિર્ભય રહે ભીલ્લરાજ રે. વિ૦ ૬ સુસ્થિત સદ્ગથી તિણે રે લાલ, પામ્યા નિયમ તે ચાર રે; વિ૦ ફલ અજાણ્યું માંસ કાગનું રે લાલ, પટરાણી પરિહાર રે.વિ૦ ૭ સાત ચરણ ઓસર્યા વિના રે લાલ, ન દેવો શિર ધાય રે; વિ૦ અનુક્રમે ચાર નિયમનાં રે લાલ, પારખા લહે ભિલ્લારાય રે. વિ૦ ૮ વચૂલે ચારે નિયમનાં રે લાલ, ફલ ભોગવ્યા પ્રત્યક્ષ રે; વિ૦ : પરભવે સુરસુખ પામીયો રે લાલ, આગળ લેશે મોક્ષ રે. વિ૦ ૯ કષ્ટ પડે જે સાહસી રે લાલ, ન લોપે નિજ સીમ રે; વિ૦
જ્ઞાનવિમલ કહે તેહની રે લાલ, જેહ કરે ધર્મ નીમ રે. વિ૦ ૧૦ ૧૪૫. વિજયશેઠ-વિજયાશેઠાણીની સઝાયો (૧) (ઢાળ-૩)
ઢાળ ૧ પ્રહ ઉઠી રે પંચ પરમેષ્ઠી સદા નમું, મન શુદ્ધ રે જેને ચરણે નિત્ય નમું, ધુર તેહમાં રે અરિહંત સિદ્ધ વખાણીએ, તે પછી રે આચારજ મન આણીએ. ૧
૨ ૬૪
સઝાય સરિતા