SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ પૂરભવનો મિત્ર દેવતા, ઘેબર તિહાં વહોરાવે, શ્રતધર નમીએ). ૧. અનિમિષ નયણા મણકજ સાહણા, એ ગાથા સંભારીજી; દેવપિંડ જાણીને ન લીયો, આહાર તિહાં વ્રતધારી. શ્રુત૦ ૨ પ્રગટ થઈ વદે ગુરૂ ચરણે, ગુણ સ્તુતિમાલા ગાવેજી; આકાશગામિની વિદ્યા દઈને, સુર નિજ સ્થાનક આવે. શ્રત. ૩ વલી એક દિવસ પરીક્ષા જોવા, તેહી સુર ફરી આવે; શ્રાવક રૂપ કરી અતિ આદર, કોળાપાક વહોરાવે. શ્રુત૦ ૪ અનિમિષ નયણે સુર ઓળખીયો, દેવપિંડ તેહ જાણેજી; ન લીયો આહાર તેહ ગુરૂરાજે, ધન્ય ઉપયોગી નાણી. શ્રુત૦ ૫ પ્રગટ થઈ સુર વૈક્રિય લબ્ધિ, દેઈ નિજ સ્થાનક જાવેજી, ભૂમંડલ પર સૂરિ વિહરતા, ભવિજન ધરમ સુણાવે. શ્રુત૦ ૬ કાલ સ્વભાવે કાળ પડ્યો તવ, કપડે સંઘ બેસારીજી, બૌદ્ધરાયને દેઈ સુભિક્ષે, લેઈ ગયા ગણધારી. શ્રુત૦ ૭ અઠ્ઠાઈ મહોત્સવ જિન પૂજનમાં કુલ ન દેવે રાયજી; ફૂલ વીશ લાખ લખમી પાસે, મંગાવે સૂરિરાજ. શ્રુત૦ ૮ જૈન ધરમ દિપાવી શાસન, સહુ આવ્યા નિજ દેશજી; બૌદ્ધમતિ નિર્ધાટ કરીને, જૈન ધરમ ઉવએસે. શ્રુત૦ ૯ સંવત એકસો આઠ વરસે, વયર સ્વામી ઉપદેશજી; ઉદ્ધાર કીધો જાવડ ભાવડ, સિદ્ધગિરિ લાગ વિશેષ. શ્રુત૦ ૧૦ વૈક્રિય લબ્ધિ વિકુવ સુંદર, રૂપ ધરી સૂરિરાયજી; દેઈ દેશના ભવ્ય જીવને, મોહન રૂપ સુહાય. શ્રુત૦ ૧૧ પાટલીપૂર કોટિધ્વજ નિવસે, વ્યવહારી ગુણવંતજી; તાસ સુતા છે નામે રૂકિમણી, બાલકુમારી સંત. શ્રત. ૧૨ અદ્ભુત રૂપ સુણી સ્વામીનું, કરે પ્રતિજ્ઞા એહજી; વરવો મારે વયર સ્વામીને, સાચે પૂરણ નેહ. શ્રુત૦ ૧૩ ગામ નગરપૂર પટ્ટણ ફરતે, પાટલીપુર ગુરૂ આયાજી; નિસુણી રુકિમણી કહે તાતને, જમાતા તુમ આયા શ્રુત૦ ૧૪ વિવાહ સામગ્રી સહુ કરીઈ, મંડપ સખર બનાઈજી; [ સક્ઝાય સરિતા ૨ ૬૧
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy