________________
તે કેમ બૂડે નારી નદીમાં, એ તો મુનિવર મોટો રે. સાં૦ ૮ જેણે દુર્ભિક્ષે સંઘ લેઈને, મૂકયો નગર સુકાળ રે; શાસન શોભા ઉન્નતિ કારણ, પુષ્પ પદ્મ વિશાળ રે. સાં૦ ૯ બૌદ્ધરાયને પણ પ્રતિબોધ્યો, કીધો શાસન રાગી રે; શાસન શોભા વિજય પતાકા, અંબર જઈને લાગી રે. સાં૦ ૧૦ વિસર્ચો શુંઠ ગાંઠિયો કાને, આવશ્યક વેળા જાણ્યો રે; વિસરે નહીં પણ એ વિસરિયો, આયુ અલ્પ પિછાણ્યો રે. સાં૦ ૧૧ લાખ સોનૈયે હાંડી ચડે તિણે, બીજે દિન સુકાળ રે; એમ સંભળાવી વયરસેનને, જાણી અણસણ કાળ રે. સાં૦ ૧૨ રથાવર્ત ગિરિ જઈ અણસણ કીધું, સોહમહરિ તિહાં આવે રે; પ્રદક્ષિણા પર્વતને દેઈને, મુનિવર વંદે ભાવે રે. સાં૦ ૧૩ ધન્ય સિંહગિરિ સૂરિ ઉત્તમ, જેહના એ પટધારી રે; પદ્મવિજય કહે ગુરુપદ પંકજ, નિત્ય નમિયે નરનારી રે. સાં૦ ૧૪
૧૪૧. વજ્રસ્વામીની સજ્ઝાયો (૨)
દુહા નવ વરસ વયમે કુંવરે, લીનો સંયમભાર, સુનંદા તવ ચિંતવે, હવે કોણ આધાર... ૧ ઈમ મન ચિતવતી થકી, લાવે મન વૈરાગ્ય, સુનંદા મન સંયમ લાયો, ચઢવા શિવ ગિરિ પાય... ૨ ધન શ્રી ગૌતમ ગોત્રને, રત્નખાણ ઈહ સામ,
૨૬૦
શ્રી ગૌતમ ગણધર પ્રમુખ, પુરૂષ રતન ગુણજામ... ૩ હવે મુનિવર શ્રી વયરજી, દિન દિન શ્રુત અભ્યાસ, કરતે દશ પૂરવ ભણ્યા, પટ્ટધર લાયક ખાસ... ૪ લાયક દેખી વયરને, થાપે સિંહગિરિ પાટ, ભૂમંડલ વિચરે સૂરિ, કુમતિ કરે નિર્ઘાટ... ૫
ઢાળ
એક દિન ઉજ્જેણીને મારગ, સૂરિ વિચરતા જાવેજી,
સજ્ઝાય સરિતા