________________
મેરે કાજે જે કીયો મત લ્યેજે કોલાપાક મેરેલાલ રેવતી ઘર કારણે લાવે બીજોરા પાક... મેરેલાલ ૬ સીહો લેવા સંચર્યો ચાલ્યો ચતુર ચાલાક મેરેલાલ વહોરાવે તિહાં રેવતી ભાવે બીજોરા પાક... મેરેલાલ ૭ શ્રી જિનને શાતા થઈ દાને સીઝે કાજ મેરેલાલ દાને દોલત શિવ મિલે પામે વંછિત કાજ... મેરેલાલ ૮ અહોદાને સુર દુંદુભિ સોવન વૃષ્ટિ પ્રધાન મેરેલાલ રેવતી ઘર આંગણે સુર કેરે ગીત ગાન... મેરેલાલ ૯ સ્વર્ગે જઈને હોયસ્ય સત્તરમાં સમાધિ મેરેલાલ આણંદ મુનિ આણંદસું જિણે પ્રતિલાલ્યો સાધ... મેરેલાલ ૧૦
• ૧૪૦. વજ્રસ્વામીની સજ્ઝાયો (૧) સાંભળજો તુમે અદ્ભુત વાતો, વયરકુંવર મુનિવરની રે; ષટ્ મહિનાના ગુરુ ઝોળીમાં, આવે કેલિ કરતા રે; ત્રણ વરસના સાધવી મુખથી, અંગ અગીયાર ભણંતા રે. સાં૦ ૧ રાજસભામાં નહિ ક્ષોભાણા,માત સુખલડી દેખી રે; ગુરુર્યે દીધાં ઓઘો મુહપત્તિ, લીધાં સર્વ ઉવેખી રે. સાં૦ ૨ ગુરુ સંગાથે વિહાર કરે મુનિ, પાળે શુદ્ધ આચાર રે; બાળપણાથી મહા ઉપયોગી, સંવેગી શિરદાર રે. સાં૦ ૩ કોળા પાક ને ઘેબર ભિક્ષા, દોય ઠામેં નવિ લીધી રે; ગગનગામિની વૈક્રિયલબ્ધિ, દેવે જેહને દીધી રે. સાં૦ ૪ દશપૂરવ ભણિયા જે મુનિવર, ભદ્રગુપ્ત ગુરુ પાસે રે; ક્ષીરાસવ પ્રમુખ જે લબ્ધિ, પરગટ જાસ પ્રકાશે રે. સાં૦ ૫ કોટિ સેંકડો ધનને સંચે, કન્યા રૂક્મિણિ નામે રે; શેઠ ધનાવહ દિયે પણ ન લીધે, વધતે શુભ પરિણામે રે. સાં૦ ૬ તારી દીક્ષા આપી રે; સૂરજ તેજ પ્રતાપી રે. સાં૦ ૭
દેઈ ઉપદેશ ને રૂકિમણી નારી, યુગપ્રધાન જે વિચરે જગમાં,
સમકિત શિયળ તુંબ ઘરી કરમાં, મોહ સાગર કર્યો છોટો રે;
00
સજ્ઝાય સરિતા
૨૫૯