________________
આજ કલ્પતરૂ ફળ્યો આંગણે મોતીડે વૂછ્યા છે મેહ રે સિંહ અણગાર પધારતાં પ્રગટ્યો ધર્મ સનેહ રે... ગંગાના જળમાં જિમ કમલડી મધુકર કેલી કરંત રે તેમ મુજ મન મધુકર પરે ઉલસ્યો રાગ અત્યંત રે પૂજ્યજીનું વદન નિહાળતાં તેમ તેમ રંગની રેલ રે શાંત સ્વભાવી સોહામણાં મૂતિ મોહન વેલ રે... આદરમાન દીધાં ઘણાં પૂછે કાંઈ સિંહ અણગાર રે કહો પૂજ્ય કેમ પધારીયા આદેશ દ્યો સુવિચાર રે... મુજ ગુરૂએ તુમ ઘર મોકલ્યો માનુની પાક વહોરાવ રે રેવતી પૂછે-ગુરૂએ કેમ લહ્યું ? કેવલજ્ઞાન સુપસાય રે... શુભ પરિણામે કરી આપીયો બીજોરા પાક ઉદાર રે મણી રે માણેક મોતી તણી વૃષ્ટિ હુઈ તિણ વાર રે... તીર્થંકર ગોત્ર જ તબ લહ્યું રેવતીએ તેણીવાર રે વીર પ્રભુને સુખ સંપદા સફલ કર્યો અવતાર રે... પુરૂષ ભલા રે સંસારમાં તેમ ભલી નારી સંસાર રે રાજીમતી સીતા કુંતા દ્રૌપદી મૃગાવતી ચંદનબાળ રે... ઈત્યાદિએ જૈનધર્મ આદર્યો ધન્ય ધન્ય તે નરનાર રે વીર કિંકર ઈમ ઉચ્ચરે દાનથી જયજયકાર રે...
૨૫૮
મંદિરે૦ ૨
૩
મંદિરે૦ ૪
મંદિરે૦ ૫
મંદિરે૦ ૬
મંદિરે૦ ૭
મંદિરે૦ ૮
મંદિરે૦ ૯
મંદિરે ૧૦
૧૩૯. રેવતી શ્રાવિકાની સજ્ઝાયો (૨) ઔષધ દાન તે દીજીએ નિરવધ ને નિર્દોષ મેરેલાલ પુણ્યવંત નર પ્રાણીયા કરે સુપાત્રા પેખ... મેરેલાલ ૧ ઔષધ દાન થકી લહ્યો અતુલ અધિક લ એહ મેરેલાલ પુણ્યે વાધ્યો રેવતી તીર્થંકર પદ તેહ... મેરેલાલ ૨ મેહૂલ ગામે જગગુરૂ સમોસર્યાં શ્રીવીર મેરેલાલ તેજો લેશ્યા પરાભવે પીડા કરે શરીર... મેરેલાલ ૩ દેવવિદ્યા ધર દુ:ખ ધરે સીહે સાંભળી વાત મેરેલાલ માલુકચ્છા અંતરે રૂદન કરે વિખ્યાત... મેરેલાલ ૪ સોલ વરસ કેવલપણે ચિંતા મ કર લગાર મેરેલાલ શ્રી વીરે બોલાવીયો સીંહો તે અણગાર... મેરેલાલ ૫
સજ્ઝાય સરિતા