________________
પુત્રને મહારે વિયોગ, શ્યો હશે કર્મ સંયોગ; આ છે લાલ, ભગવંત ! મુજને તે કહો જી. ૫ તવ ભાખે ભગવંત, પૂરવભવ વિરતંત; આ છે લાલ, કીધાં કર્મ ન છૂટીયે . ૬ પૂરવભવ કોઈવાર, તું હતી નૃપની નાર; આ છે લાલ, ઉપવન રમવા સંચર્યા જી. ૭ ફરતા વન મોઝાર, દીઠો એક સહકાર; આ છે લાલ, મોરલી વિયાણી તિહાં કણે છે. ૮ સાથે હતો તુમ નાથ, ઈડા ઝાલ્યા હાથ; આ છે લાલ, કુંકુમ વરણાં તે થયાં છે. ૯ નવિ ઓળખે તિહાં મોર, કરવા લાગી શોર; આ છે લાલ, સોળઘડી નવિ સેવિયાં છે. ૧૦ તિણ અવસર ઘમઘોર, મોરલી કરે છે શોર; આ છે લાલ, ચિહુ દિશિ ચમકે વિજળી છે. ૧૧ પછી લુઇયો તિહાં મેહ, ઈડા ધોવાણા તેહ; આ છે લાલ, સોળ ઘડી પછી સેવિયાં છે. ૧૨ હસતાં તે બાંધ્યા કર્મ. નવિ ઓળખ્યો જિનધર્મ; આ છે લાલ, રોતા ન છૂટે પ્રાણિયાં છે. ૧૩ તિહાં બાંધ્યો અંતરાય, ભાખે શ્રી જિનરાય; આ છે લાલ, સોળ ઘડીના વર્ષ સોળ થયાં છે. ૧૪ દેશના સુણી અભિરામ, રૂક્ષ્મણી રાણી તામ; આ છે લાલ, શુદ્ધો સંયમ આદર્યો છે. ૧૫ સ્થિર કરી મન વચ કાય, કેવળબાણ ઉપાય; આ છે લાલ, કર્મ ખપાવી મુગતે ગયાં છે. ૧૬ તેહનો છે અધિકાર, અંતગડ સૂત્ર મોઝાર; આ છે લાલ, રાજ વિજય રંગે ભણે છે. ૧૭
[ સક્ઝાય સરિતા
૨૫૫