________________
૧૩૭. રૂક્મિણીની સજ્ઝાયો (૨)
કહે સીમંધર સ્વામી નારદ પ્રત્યે તિણ ઠામ આછેલાલ
સાંભળજે તુજને કહુંજી... ૧
પૂરવભવ હરિનાર બ્રાહ્મણી ઘર અવતાર આછેલાલ
રૂપ-કળા ગુણ ઓરડીજી... ૨
અમરીને અનુહાર અભિનવ રતિ અવતાર આછેલાલ
ચાલે પતિ આજ્ઞાય ગૃહિણી તે કહેવાય આછેલાલ
ભોળી ટોળી સંગ ગતવનધરીય ઉમંગ આછેલાલ
પિયુ મન ગ્રહિયું પાણિમાંજી... ૪
રમે રામા કરી હોડ લેવે ફુદરડી દોડ આછેલાલ
હુંતા સુંદર-સુંદરીજી... ૩
કોઈ કામિની ભલી મળીજી... ૫
ગાવે મધુરાં ગીત સુણતાં ઉપજે પ્રીત આછેલાલ
કેઈ ધુમરી ઘાલતીજી... ૬
નારી નિકાચિત નાચતીજી... ૭
ન ધરે કોઈની બીક પિયુ પણ નહિં નજદીક આછેલાલ
૨૫૬
મયગલ જ્યું મદ્ય પીધલોજી... ૮
થાકી સઘળી નાર બ્રાહ્મણી પણ તિણ વાર આછેલાલ
જઈ બેઠી તરૂ હેઠલેજી... ૯
મોરલીએ તિણ ઠાય મૂક્યા ધરીને ઉમાંહ આછેલાલ
ઈંડા સુંદરતરૂ હેઠલેજી... ૧૦
માણસ સણ સણ જાણ મૂકણ લાગી ઠાણ આછેલાલ ભય ધરી ઉડી મોરલીજી... ૧૧
કૌતુક દેખણ કાજ બ્રાહ્મણી સુણીને સાદ આછેલાલ
કુમકુમ ખરડે હાથ ઈંડા લીધાં સાથ આછેલાલ
ઈંડા મૂક્યા જોઈનેજી... ૧૨
અરૂણ વરણ ઈંડા થયાંજી... ૧૩
મૂક્યાં તિણ હીજ ઠાય મનમેં ધરી ઉમાહ આછેલાલ
ફરી પાછી આવી ગ્રહેજી... ૧૪
સજ્ઝાય સરિતા