________________
કહ્યું ન માન્યું રાજા રાવણે ૯ બિભીષણ ત્યાંથી ચાલીયો આવ્યો રામની પાસ વિગત સર્વ સંભળાવીને રહ્યો રામની પાસ...
કહ્યું ન માન્યું રાજા રાવણે ૧૦ કિન્કંધાથી લશ્કર ઉપડ્યું આવ્યું લંકામાંય છ માસ લગી બન્ને ઝૂઝીયા સામ સામા લશ્કર ત્યાંય...
કહ્યું ન માન્યું રાજા રાવણે ૧૧ દલ લશ્કર લેઈ કરી રાવણ થયો હજુર લડતાં લક્ષ્મણે મારીયો પહોત્યો નરક મોઝાર...
કહ્યું ન માન્યું રાજા રાવણે ૧૨ બિભીષણને રાજ્ય સોંપી કરી સીતા ઘેર લઈ આવ્યા અયોધ્યામાં હર્ષ વધામણી સીતાને મોતીડે વધાવ્યા...
ધન ધન સીતા મહાસતી ૧૩ ધન્ય ધન્ય સીતા મહાસતી જેણે શીયલને રાખ્યું સંયમ લેઈ સ્વર્ગે ગયા એમ જ્ઞાનીએ ભાખ્યું...
ધન ધન સીતા મહાસતી ૧૪ તપગચ્છ વિજય સેનસૂરિ વિમલહર્ષ ઉવક્ઝાયા તસ શિષ્ય મુનિ પ્રેમવિજયે સતી સીતાના ગુણ ગાયા...
ધન ધન સીતા મહાસતી ૧૫ ૧૩૬. રૂકમણીની સઝાયો (૧) વિચરંતા ગામોગામ, નેમિજિનેશ્વર સ્વામ; આ છે લાલ, નયરી, દારામતિ આવિયા જી. ૧ વનપાલક સુખદાય, દીયે વધામણી આય; આછે લાલ, નેમિ નિણંદ પધારીયા. ૨ કૃણાદિક નરનાર, સહુ મલી પર્ષદાબાર; આ છે લાલ, નેમિ વંદન તિહાં આવિયા જી. ૩ દેશના દીએ જિનરાય, આવે સહુને દાય; આ છે લાલ, રૂક્ષ્મણી પૂછે શ્રી નેમને જી, ૪
૨૫૪
સક્ઝાય સરિતા