________________
મારે ઐરાવણ આકાશે વસે મારે બલભદ્ર તો પાતાલે વસે મારે રાક્ષસ બહુલા પાસે વસે...
મારે પવન વાસીદુ વાળે છે મારે જમ તો પાણી તાણે છે મારે ચંદ્ર-સૂર્ય છત્ર ધારે છે...
વિદ્યાધરની વાતો જાણીને મેં નવગ્રહ બાંધ્યા તાણીને હરી લાવ્યો છું રાઘવ રાણીને...
સુણી મંદોદરી૦ ૩
સેના ચિહું દિશિ વિસ્તરી લીધો લંકાગઢ ઘેરી...
લુંટ્યા મંદિર માળીયા લુંટી શેરી બજાર મહેલ લુંટશે સ્વામી આપણો લુંટશે મુજને આ વાર... સ્વામી ! કહું છું હું તુમ ભણી માની લેજોને આપ વારંવાર કહું હું કેટલું ? પરનારીમાં બહુ પાપ...
૨૫૨
સુણી મંદોદરી૦ ૪
સુણી મંદોદરી૦ ૫
ઢાળ ૩
કહ્યું રે માનો રાય લંકેશ્વરી સીતા શીદ લઈ આવ્યા ? સીતાના વારૂ શ્રી રામજી ઘણું રોષે ભરાયા... સ્વામી ! સીતા લાવ્યા ત્યારથી દિવસ દેખું છું ઝાંખો આપ સવારથ સાધવા ક્યાં વિષ પ્યાલો ચાખો... પેટ ચોળીને પીડા ઉભી કરી વેર મોટા શું કીધું અપયશ લીધો અતિઘણો મોત માગીને લીધું... ચોથાવ્રતની આખડી અણઈચ્છતી નારી ત્યાગ દેવ-ગુરૂની સાખે કરી તે વ્રત લઈ કેમ ભાંગ ?... (અણઈચ્છતી નારી તણો સ્વામી કીધો છે ત્યાગ તો એ વ્રતને ભાંગીને શીદ લગાડો ગુણને આગ)... નિમિત્તિએ જોષ જોયો હતો ધુર પ્રથમથી એવો સીતાના હરણે મોત પામશો સંયોગ છે તેવો... સ્વામી સ્વપ્નું મેં લહ્યું જાણે લંકામાં લાય લાગી રામચંદ્રજીએ બાણ સાંધીયું ત્યારે હું ઝબકીને જાગી... પાણીમાં પત્થરે પાજ બાંધીને રામચંદ્રજી આવ્યા લક્ષ્મણ સાથે લેઈ કરી બહુ રાજા સાથે લાવ્યા... રામચંદ્રજીના દળ થકી નગરી થઈ છે બહેરી
કહ્યું૦ ૧
કહ્યું૦ ૨
કહ્યું૦ ૩
કહ્યું ૪
કહ્યું૦ ૫
કહ્યું
કહ્યું૦ ૭
કહ્યું૦ ૮
કહ્યું૦ ૯
કહ્યું૦ ૧૦
કહ્યું૦ ૧૧
સજ્ઝાય સરિતા