________________
૧૩૪. રાવણ મંદોદરીની સઝાયો (૧) સુણો મંદોદરી ! નારાયણ નમવાનું મારે નેમ છે હો રાણાજી રઘુવર કેરા ચરણો ધોઈ ધોઈ પીઓ... સુણો૦ ૧ મારે શુદ્ધ-બુદ્ધ આવી પાણી ભરે મારે નવનિધિઓ રસોઈ કરે મારે ઘેર ચાંદો-સૂરજ આવી દીવા કરે..
સુણો૨ મારે કંચન સરીખો કોટ છે મારે લંકા સરીખું રાજ્ય છે મારે બિભીષણ જેવો ભાઈ છે...
સુણો૦ ૩ મારે કોટ-કાંગરા-બારી છે દરવાજે ચોકી સારી છે મારે કંસ-કરણ બે ભાઈ છે...
સુણો૦ ૪ પણ આઉખાને અથિર જાણી તમે સાંભળજો ઉત્તમ પ્રાણી એમ બોલે મુનિ માણેક વાણી..
સુણો૦ ૫ ૧૩૫. રાવણ મંદોદરીની સઝાયો (૨) (ઢાળ-૪)
ઢાળ ૧ અહો રાણાજી ! કહ્યું માનો તો અભિમાન દૂરે ટાળીએ અહો રાણાજી ! રઘુપતિ કેરો ચરણ કમલ ધોઈ પીજીએ અહો રાણાજી ! નાના છે પણ તે નર મોટા કહેવાય છે અહો રાણાજી ! એના દર્શનથી મનોરથ સર્વ પૂરાય છે... એના દશરથ સરખા પિતા છે એની કૌશલ્યાજી માતા છે. એના લક્ષ્મણ સરીખા ભ્રાતા છે... અહો રાણાજી કહ્યું એના ભરત-શત્રુઘ્ન ભાઈ છે એને સુગ્રીવાદિ સખાઈ છે એને હનુમાન સદા સુખદાયી છે અહો રાણાજી કહ્યું
ઢાળ ૨ સુણ મંદોદરી ! નારાયણ નમવાનું મારે નેમ છે સુણ મંદોદરી ! આદિથી અંત સુધી નમવાનું મારે નેમ છે મારે કુંભકર્ણ સરીખા ભાઈ છે મારે ગઢને ફરતી ખાઈ છે મારે સવા લાખ જમાઈ છે...
સુણી મંદોદરી. ૧ મારે ગઢને કાંગરા ભારી છે મારે બેઠક તો બહુ સારી છે મારે અક્ષૌહિણી લશ્કર ભારી છે..
સુણી મંદોદરી, ૨ // સક્ઝાય સરિતા
૨૫૧