________________
૧૩૩. રામતીની સજઝાય નેમ નેમ કરતી નારી કોઈની ન ચાલી કારી રથ લીધો પાછો વાળી સાહેલી મોરી કરમે કુંવારા રહ્યા રે સાહેલી મારી...૧ મનથી તો માયા મૂકી સૂની તો દીસે છે ડેલી હવે મારૂં કોણ બેલી રે
સાહેલી મારી... ૨ ચિત્ત મારૂં ચોરી લીધું પ્રીતિથી પરવશ કીધું, દુ:ખડું તો અમને દીધું રે
સાહેલી મારી... ૩ જાઓ માં જાદવરાયા આઠ ભવની મૂકી માયા આવો શિવાદેવી જાયા રે
સાહેલી મારી... ૪ માછલી તો નીર વિણ બચે નહિં રખે ખિણ દા'ડા કેમ જાશે પીયરે રે
સાહેલી મારી... ૫ આજ તો બની ઉદાસી તુમ દરિસણ હતી પ્યાસી પરણવાની હતી આશી રે
સાહેલી મારી... ૬ જોબનીયું તો કેમ જાશે સ્વામી વિના કેમ રહેવાશે દુઃખડાં કોને કહેવાશે રે
સાહેલી મારી... ૭ જોતાં પ્રાણ જોડી મળી આઠ ભવની પ્રીતિ તોડી જોબનીયામાં ચાલ્યા છોડીરે
સાહેલી મારી.. ૮ દેહી તો દાઝે છે મારી સ્વામી તુમેં શું વિસારી તમે જીત્યા હું તો હારી રે
સાહેલી મારી... ૯ પશુડા છોડાવી દીધાં પ્રભુએ અભયદાન દીધાં ઉદાસી તો અમને કીધાં રે
સાહેલી મારી... ૧૦ રાજુલ વિચારે એવું સુખ છે સપના જેવું હવે પ્રભુ નેમ સેવું રે
સાહેલી મારી... ૧૧ મનમાં વૈરાગ્ય આણી સહસાવન ગયા ચાલી સંયમ લીધો મન ભાવી રે
સાહેલી મારી.... ૧૨ કરમનો કરી નાશ પહોંચ્યા શિવપુર વાસ રત્નવિજય કહે શાબાશ રે
સાહેલી મારી. ૧૩
૨૫૦
સક્ઝાય સરિતા