________________
મોહ રે ઉતારો મુનિરાજજી ૯ સંસાર અસાર છોડી તમે લીધો સંયમ ભારજી ઉત્તમ પુરૂષ વંછે નહિં ફરી સંસાર અસારજી...
મોહ રે ઉતારો મુનિરાજજી ૧૦ માયા કરી જે મીલે નહિં તે મૂરખની રીત સંસારમાં શું લઈ જવું એક પૂરણ પ્રીત....
પ્રીતિ ધરો પ્રેમદા મુજથી ૧૧ કુંવારી કન્યાને કંથ કેટલા સુણ સુણ રાજુલ નારજી એકની ઉપર રાગ નવિ ઘટે કરો મુજને સ્વામી તારજી.
પ્રીતિ ધરો પ્રેમદા મુજથી ૧૨ અમીરસ મૂકી કાં પીવો નારી અવગુણ વિખ સંસારમાં સાર કાંઈ નથી ધરો સંયમ શીખ...
પ્રીતિ ધરો પ્રેમદા મુજથી ૧૩ દીક્ષા લઈ પ્રભુ પાસથી પાળો શુદ્ધ આચારજી વિષફળ ખાવા વાંછા ફરી લેવા પૃથ્વીનો ભારજી..
પ્રીતિ ધરો પ્રેમદા મુજથી ૧૪ મેં જાણ્યું રાજુલ એકલી પતિ વિના મુંઝાયજી પરણીને સુખ આપશું નહિં લેવા દઉં દક્ષાયજી..
પ્રીતિ ધરો પ્રેમદા મુજથી ૧૫ પુન્ય પ્રતાપે મેં ભેટીયા આજ કેટલે માસજી ચાલો ઘરે જઈએ આપણે કરવા ભોગ વિલાસ...
પ્રીતિ ધરો પ્રેમદા મુજથી ૧૬ બંધુ સુમારે ફરી ફરી જાણી અસ્થિર સંસારજી શ્વાનપરે ઈચ્છા કાં કરો જમવા વમન વિકારજી...
મોહ રે ઉતારો મુનિરાજજી ૧૭ થાન કહ્યો તુમ મુજને તો શો તુમથી સંસારજી દીક્ષા આપી સારી સાધવી કર્યો તુમે ઉપગારજી...
- ક્ષમા કરો મોરી માતજી ૧૮
સક્ઝાય સરિતા
૨૪૯