SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ૧૩૨. રહનેમિને રાજીમતીની સજ્ઝાયો (૫) ધિક ધિક ધિક મુનિ તુમને ધિક ધિક તુમારા વેણજી ચારિત્ર તમારૂં એળે ગયું ફૂડા તમારા કે'ણજીમોહ રે ઉતારો મુનિરાજજી ૧ માત-પિતા કુળ બોળીયું બોળ્યું ચારિત્ર આજજી વિષય કારણ મોહ લાવીયા ફૂડા કૃત્યને કાજજી... મોહ રે ઉતારો મુનિરાજજી ૨ તપ-જપ કરલો છોડી દીયો રાણી રાજુલ નારજી સંસારના સુખ ભોગવો કરો સફલ અવતારજી પ્રીતિ ધરો પ્રેમદા મુજથી ૩ મેવા ફળ-ફુલ લાવતો હું તમારા આવાસજી હોશ ધરીને લેતા તુમે તેથી થઈ બહુ આશજી... પ્રીતિ ધરો પ્રેમદા મુજથી ૪ વસ્ત્ર-ભૂષણ લીધા પ્રેમથી જાણી દેવર જાતજી વ્રત લઈને જેણે ભાંગીયા થયો નરકને પાતજી... મોહ રે ઉતારો મુનિરાજજી પ રૈવત નાથ નિહાળતાં તુમ હમ દોનુને આજજી નિર્લજ્જ લાજ કિહાં ગઈ ગયું જ્ઞાન મહારાજજી... મોહ રે ઉતારો મુનિરાજજી ૬ એથી અધિક કહો મુજને રાજુલ પ્રાણ આધારજી વહાલ તમારૂં નવિવિસરે સુણો રાજુલ નારજી... પ્રીતિ ધરો પ્રેમદા મુજથી ૭ પીયુ વિણ રાજુલ એકલી જાણી તમારી દાઝજી હોશ ધરીને અમે આવતાં કરવા તુમારા કાજજી... પ્રીતિ ધરો પ્રેમદા મુજથી ૮ તારણ તંત્ર તોડી કર્યો મોહ મંત્રનો સંગજી મોક્ષ પદવી તમે ખોઈને કર્યો સંયમ ભંગજી સજ્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy