________________
૧૩૧. રહનેમિને રાજીમતીની સજ્ઝાયો (૪)
રહનેમિ રાજુલ દીયર ભોજાઈ એક ગુફામાં ભેગા મળ્યા રે વસ્ત્ર વિનાની રાજીમતી દેખીને ચરણે ચતુરના ચિત્ત ચળ્યા રે... રહનેમિ૦ ૧ કહે સાંભળ-રંગીલી રાજુલ ! પ્રીત પૂરવ હમ તુમ સમી રે
પ્રીતમે પરિહરી ચરણ ધરી ડિમ કાયા સોસે કારમી રે... રહનેમિ૦ ૨ નેમ ગયા જગ વરસ લગે તબ હું તુમ ઘર નિત આવતો રે
ભોજન ભૂષણ ચીર તિલક ફળ તુમ ચિત્તરંજન લાવતો રે... રહનેમિ૦ ૩ રંભા રૂપ કુમારી મેલહી પિયુ વિના આમણ-દૂમણી રે
ઈચ્છા મુજબ તુજ પરણીને કરશું સંસારે લીલા ઘણી રે... રહનેમિ૦ ૪ તુરે પ્રભુવશ હુંરે તેરે રસ તપ કરી યૌવન વન દહો રે
ચાલો ઘર જઈ ભુક્ત ભોગી થઈ અંતે સંયમશ્રી લહો રે... રહનેમિ૦ ૫ બોલે રાજીમતી મહાસતી તવ ચીર ધીરજ અંગે ધરી રે
માતા શિવાસુત સ્વામી સહોદર પ્રભુ હાથે દીક્ષા વરી રે... રહનેમિ૦૬ કુલ લજ્જા તજી બોલત ડોલત મહાવ્રત મેરૂ માંડણી રે
ભૂષણ ચીવર ઘર રહી લીધા તે દેવર બાંધવ સમ ગણી રે... રહનેમિ૦ ૭ અગ્નિપ્રવેશ ભલું વિષ ભક્ષણ નહિં જીવવું વ્રત ભંજઈ રે ’
કેવલી નાથ નિહાલત હમ તુમ નિર્લજ્જ લાજ કિહાં ગઈ રે... રહનેમિ૦ ૮ સંસાર ભોગ રોગ સમ વમીને ઉત્તમ ફરી વંછે નહિં રે
ઉપના નાગ અગંધન ફુલના વિષ ચૂસે ન, મરણ સહી રે... રહનેમિ૦ ૯ રાજુલ વયણ અમીરસ ધારા કામ ઉત્તાપ વિ ટલ્યા રે
થિર થઈ સંજમ શ્રેણી સમાહ રહનેમિ પ્રભુને મલ્યા રે... રહનેમિ૦ ૧૦ ધ્યાન હુતાશન આતમ કંચન કેવલ લહી મુગતે ગયા રે
અગુરૂલઘુ અવગાહન ધરતાં સાદિ અનંત સુખી થયા રે... રહનેમિ૦ ૧૧ ચારસે વરસ ઘરે રહી રાજુલ પાંચસે વરસજ્જ કેવલી રે
સહજાનંદ સુખી શિવમંદિર કર્મને પરિશાટન કરી રે... રહનેમિ૦ ૧૨ ધ્યેય સ્વરૂપી ને ધ્યાને ધ્યાયક લોકોત્તર સુખ પાવશે રે
શ્રી શુભવીરના શાસન માંહે ગુણીજન દોયને ગાવશે રે... રહનેમિ૦ ૧૩
સજ્ઝાય સરિતા
૨૪૭