SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ વળી વિશેષે સંયતિની સંગે, બોધિબીજ બળી જાવે; સાહિબ બાંધવ નામ ધરાવો, તો કેમ લાજ ન આવે. છેડો૦ ૪ મૂરખ કોઈ દહી ગુણ ચંદન, છાર કોયલા કાજે; વિષય હળાહળ પાન થકી પણ, કોણ ચિર જીવિત રાજે. છેડો૦ ૫ રાજુલ બાળા વચન રસાળા, જેમ અંકુશે સુંઢાળા, એમ થિર કરી રહનેમિ પ્રગટયા, જ્ઞાનવિમલ ગુણમાળા. છેડો૦ ૬ ૧૩૦. રહનેમિને રાજીમતીની સઝાયો (૩) કાઉસ્સગ્ગ ધ્યાને મુનિ રહનેમી નામે, રહ્યા છે ગુફામાં શુભ પરિણામ રે, દેવરિયા મુનિવર ધ્યાનમાં રહેજો, ધ્યાન થકી હોય ભવનો પાર રે; દેવ, વરસાદે ભીનાં ચીવર મોકળા કરવા, રાજુલ આવ્યા તેણે ઠામ રે. દેવ૦ ૧ રૂપે રતિ રે વચ્ચે વર્જીત બાળા, દેખી ખેલાણો તેણે કામ રે; દેવ, દિલડું લોભાણું જાણી રાજુલ ભાખે, રાખો સ્થિર મન ગુણના ધામ રે.દેવ૦ ૨ જાદવ કુળમાં જિનજી નેમ નગીનો, વમન કરી છે મુજને તેણ રે; દેવ, બંધવ તેહના તમે શિવાદેવી જાય, એવડો પરંતર કારણ કેણ રે. દેવ૦ ૩ પરદારા સેવી પ્રાણી નરકમાં જાય, દુર્લભ બોધી હોય પ્રાય રે; દેવ સાધ્વી સાથે ચૂકી પાપ જે બાંધે, તેહનો છૂટકારો કદીય ન થાય રે. દેવ૦૪ અશુચિ કાયા રે મળ મૂત્રની ક્યારી, તમને કેમ લાગી એવડી પ્યારી રે; દેવ હું તે સંયમી તમે મહાવ્રત ધારી, કામે મહાવ્રત જાશો હારી; દેવ૦ ૫ ભોગ વમ્યા રે મુનિ મનથી ન ઈચ્છ, નાગ અંગધન કુલના જેમ રે; દેવ, ધિક્ કુળ નીચા થઈ નેહ નિહાળે, ન રહે સંયમ શોભા એમ રે. દેવ૦ ૬ એવા રસીલા રાજુલ વયણ સુણીને, બુઝયા રહનેમી પ્રભુજી પાસ રે; દેવ, પાપ આલોયણ કરી સંયમ લીધું, અનુક્રમે પામ્યા શિવ આવાસ રે. દેવ૦ ૭ ધન્ય ધન્ય જે નરનારી શિયળને પાળે, સમુદ્ર તર્યા સમ વ્રત છે એહરે, દેવ રુપ કહે તેહના નામથી હવે, અમ મન નિર્મળ સુંદર દેહ રે. દેવ૦ ૮ ૨૪૬ સઋય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy