________________
દેવદ્રવ્ય હવે સંયતીવ્રત ખંડનને ઋષિઘાત શાસન ઉડ્ડાહક બોધિતર મૂલે અગ્નિ વરસાત... અળગા. ૪ જેહ અગંધન કુળના જાયા નાગ વગ્યું નહિ ઈચ્છે જલતી અગ્નિમાં તે પેસે તે પણ કેમ નવિ પ્રીછે... અળગા. ૫ એહ અસંયમી જીવિત કાજે વમીયા વાંછે ભોગ ધિક્ અપયશકામી તુજ રૂડો મરણ તણો સંયોગ... અળગા૦ ૬ હું ભોગરાયના કુળમાં ઉપની તું અંધક કુલ જાયો આપણો કુલ એક-એકથી દીસે સર્વ થકી સવાયો... અળગા૦ ૭ ગંધનકુલ સરિખા રખે થઈએ તેણે સંયમમાં મહાલો ઉન્મારગ ચાલીને આતમ કાં દુર્ગતિમાં ઘાલો... અળગા. ૮
જ્યાં જ્યાં કામિની દેખશો ત્યાં ત્યાં, મન જો તમારું જાશે તો વાતાહત વૃક્ષ પરે તુજ સહી મનડું ડોલાશે... અળગા. ૯ એહવા સતીના વયણ સુણીને જાગ્યો તે મહાભાગ ઉન્મારગે જાતો તેમ વાળ્યો જેમ અંકુશ નાગ... અળગા૦ ૧૦ ભોગ તણી ઈચ્છા છાંડીને પ્રભુજી પાસે આલોવે પશ્ચાતાપ કરતો મુનિવર કર્મકલંકને ધોવે... અળગા૦ ૧૧ એક વરસ છવસ્થ રહીને મુનિવર શુભ પરિણામે ઘાતી કરમનો ક્ષય કરીને કેવલજ્ઞાન તે પામે... અળગા૦ ૧૨ ધન્ય રાજમતી ધન્ય એ ઋષિજી જિણે સાર્યા નિજકાજ સમાવિજય જિન ઉત્તમ ગુરૂપદ પવ નમે મુનિરાજ... અળગા. ૧૩
૧૨૯. રહનેમિને રાજીમતીની સઝાયો (૨) નાજી-ના-નાજી છેડો નાજી, દેવરીયા મુનિવર છેડો નાઇ; સંયમ વ્રત ભાંગે છેડો નાજી, યદુકુલ દુષણ લાગે. છેડો૦ ૧ અગ્નિકુંડમાં નિજ તનુ હોમ, વચ્ચું વિષ નવિ લેવે; જે અગંધન કુલના ભોગી, તે કેમ ફરી વિષ સેવે. છેડો૦ ૨ લોક હસે ને ગુણ સવિ નિકસે, વિકસે દુર્ગતિ બારી; એમ જાણીને કહો કોણ સેવે, પ પંક પરનારી. છેડો૦ ૩ [ સક્ઝાય સરિતા
૨૪૫