________________
તિહાં કને સંયમ આદર્યો સવિ હુઆ આણી મન નેહ રે શમ દમ સુધા સંયમી ગુણવંતા મુનિવર તેહ રે...
-- ગુણવંતા. મહામુનિ. ૭ મા ખમણ અભિગ્રહ ધરી વાંધા સીમંધર સ્વામી રે વિચરે જિનવર સાથનું શ્રુતધર થયા તે અભિરામ રે..
મૃતધર૦ મહામુનિ ૮ કેવલ લહી શિવ પામસે કરી આઠ કર્મનો અંત રે અહનિશ તે આરાધીયે જ્ઞાનવિમલ મહોદયવંત રે....
જ્ઞાન૦ મહામુનિ ૯ ૧૨૮. રહનેમિને રાજીમતીની સઝાયો (૧)
દુહા રાજુલ સતી અણજાણતાં, પેઠા તે દરી માંહિ અંધારે દેખે નહીં, તેહ ઋષિને ત્યાંહિ... ૧ કાઢી વસ્ત્ર નિજ અંગથી, કરે મોકળા તેહ, નીચોવે નહીં વસ્ત્રને, મુનિવર મારગ એહ... ૨ નગ્ન દેખી નારી પ્રત્યે, કામાતુર થયો તેહ, રહનેમી ભાખે ઈસ્યું, આણી અધિક સનેહ.. ૩ ભોગ ભોગવીએ આપણે, કરીએ સફળ સંસાર, યૌવન ફરી ફરી દોહિલું, દોહિલો એ અવતાર... ૪
ઢાળ રાજીમતી ગુણવંતી બોલે પૈર્ય કછોટો વાળી કુલવંતા નર એમ ન બોલો આવે ટીલી કાળી અળગા રહેજો રે ત્રણ લોકપતિ દુહવાસે... જગબંધનના બંધવ થાઓ વળી જગશરણના શિષ્ય હજીય લગી દુબુદ્ધિ શી તુજને બિહું લોકે અજગીશ... અળગા જ સર્વજ્ઞ શિષ્ય થઈ આતમહિત જો નવિ કરશો કાંઈ તો ભમો ભવસાયર માંહિ સુલભ નહિં એ કાંઈ... અળગા ૩
અળગા .
૨૪૪
સક્ઝાય સરિતા