________________
તાસ કથનથી જસ સાધે વલીજી, અષ્ટાદશ અવધાન. ચાલો૦ ૬ પેખી જ્ઞાની ખાન ખુશી થયાજી, બુદ્ધિ વખાણે નવાબ આડંબરપું વાજિંત્ર વાજતેંજી, આવું સ્થાનક આપ. ચાલો૦ ૭ શ્રી જિનશાસન ઉન્નતિ તો થઈજી, વાધી તપગચ્છ-શોભા ગચ્છ ચોરાસીમાં સહુ ઈમ કહેજી, એ પંડિત અક્ષોભ ચાલો૦ ૮ સંઘ સકલ મિલિ શ્રી વિજયદેવને, અરજ કરે કર જોડી ‘બહુશ્રુત એ લાયક ચઉથે પદેજી, કુણ કરે એહની હોડિ !” ચાલો૦ ૯ ગચ્છ પતિ લાયક એહવું જાણીનેજી, ધારે મનમાં આપ પંડિતજીથાનક તપ વિધિસ્યું આદરેજી, છેદણ ભાવ સંતાપ. ચાલો૦ ૧૦ ભીના મારગ શુદ્ધ સંવેગનેજી, ચઢે સંયમ ચોષ(ખ) જયસોમાદિક પંડિત-મંડલીજી, સેવે ચરણ અદોષ ચાલો. ૧૧ ઓલી તપ આરાધ્યું વિધિ થકીજી, તસ ફલ કરતલે કીધ વાચક પદવી સતર અઢારમાંજી, શ્રી વિજયપ્રભ દીધ. ચાલો૦ ૧૨ વાચકજી જસ નામી જગમાંહે જયોજી, સુરગુરુનો અવતાર સુજસવેલિ ઈમ સુણતાં સંપજે, કાંતિ સદા જયકાર. ચાલો૦ ૧૩
ઢાળ ૪ શ્રી યશોવિજય વાચકતણા, હું તો ન લહું ગુણ વિસ્તારો રે ગંગાજલ કણિકાથકી, એહના અધિક અ ઉપચારો રે. શ્રી... ૧ વચન રચન સ્યાદ્વાદનાં, નય નિગમ અગમ ગંભીરો રે ઉપનિષદા જિમ વેદની, જસ કઠિન લહે કોઈ ધીરો રે. શ્રી.... ૨ શીતલપરમાનંદિની, શુચિ વિમલસ્વરૂપા સાચી રે જેહની રચના ચંદ્રિકા, રસિયા જન સેવે રાચી રે. શ્રી... ૩ લઘુ બાંધવ હરિભદ્રનો, કલિયુગમાં એ થયો બીજો રે છતાં યથાર્થ ગુણ સુણી, કવિયણ બુધ કો મત ખીજો રે. શ્રી... ૪ સત્તર ત્રયાલિ ચોમાસું રહ્યાં, પાઠક નગર ડભોઈ રે તિહાં સુરપદવી અણુસરી, અણસણ કરી પાતક ધોઈ રે. શ્રી... ૫ શીત તલાઈ પાખતી, તિહાં ભૂભ આ છે સસબૂરો રે
૨૪૨
સક્ઝાય સરિતા