________________
ન્યાયવિશારદ તાસ, મહાનિરતિ થઈ હો લાલ મહાકાશીથી બુધરાય, વિહુ વરષાંતરે હો લાલ, વિહુ તાર્કિક નામ ધરાય, આવ્યા પુર આગરે હો લાલ આવ્યા૮ ન્યાયાચાર્યની પાસે, બુધ વલિ આગરે હો લાલ બુધ કીધો શાસ્ત્ર અભ્યાસ, વિશેષથી આદરે હો લાલ વિશેષ૦ ચ્ચાર વર્ષ પર્વત, રહી અવગાહિયા હો લાલ રહી૦ કર્કશ તર્ક સિદ્ધાંત, પ્રમાણ પ્રવાહિયા હો લાલ પ્રજાણ૦ ૯ આગરાયે સંઘ સાર, રૂપૈયા સાતસે હો લાલ રૂપૈયા મૂકે કરી મનુહાર, આગે જસને રસેં હો લાલ આગે૦ પાઠાં પુસ્તક તાસ, કરાય ઉમંગમ્યું હો લાલ કરાય૦ છાત્રોને સવિલાસ, સમપ્ય રંગમ્યું હો લાલ સમસ્ય૦ ૧૦ દુર્દમ વાદી વાદ, પરે પરે જીપતા હો લાલ પરે, આવ્યા અમદાવાદ, વિદ્યાએ દીપતા હો લાલ. વિદ્યાએ ઈણપરિ સુજસની વેલી, સદા ભણસ્પે જિકે હો લાલ. સદા, કાંતિ મહારંગ રેલિ, સહી લહિત્યે તિકે હો લાલ સહી. ૧૧
ઢાળ ૩. કાશીથી પાઉધારે શ્રી ગુરુજી ઈહાંજી, છતી દિશિદિશિ વાદ ન્યાયવિશારદ બિરૂદ ધરે વડો જી, આગે તૂર નિનાદ... ૧ યાલો સાહેલી હે ! સુગુરુને વાંદરાજી, ઈમ કહે ગૌરી વેણ શાસનદીપક શ્રી પંડિતવરુજી, જોવા તરસે નેણ. ચાલો૦ ૨ ભટ ચડ વાદી વિબુધે વીંટિયોજી, તારાઈ જિમ ચંદ ભવિક ચકોર ઉલ્લાસન દીપતોજી, વાદી-ગરુડ ગોવિંદ. ચાલો૦ ૩ વાચક ચારણ ગણિ સલહી જતાજી, વીંટ્યા સંઘ સમગ્ર નાગપુરીય સરાહૈ પધારીયા જી, લેતા અર્થ ઉદગ્ર. ચાલો૦ ૪ કરતિ પસરી દિશિદિશિ ઊજલીજી, વિબુધતણી અસમાન રાજસભામાં કરતાં વર્ણનાજી, નિસર્ણ મહાબતખાન. ચાલો૦ ૫ ગુજજરપતિને ભૂંસ હુઈ ખરીજી, જોવા વિદ્યાવાન
// સઝાય સરિતા
૨૪૧