________________
કહે ઈતે ગુણી દોઈ સહસ દીનાર, રજતના ખરચર્યું હો લાલ, રજતના પંડિતને વારંવાર, તથાવિધિ અરચણ્યું હો લાલ, તથાવિધિ. ૧ છે મુજ એવી ચાહ, ભણાવો તે ભણી હો લાલ, ભણાવો૦ ઈમ સુણી કાશીનો રાહ, ગ્રહ ગુરુ દિનમણી હો લાલ, ગ્રહે હૂંડી કરી ગુરુરાય, ભગતિ ગુણ અટકલી હો લાલ, ભગતિ ભગતિ પાછલથી સહાય, કરવા મોકલી હો લાલ, કરેવા૦ ૨ કાશી દેશ મઝાર, પુરી વારાણસી હો લાલ, પુરી, ક્ષેત્ર તણો ગુણ ધારિ, જિહાં સરસ્વતી વસી હો લાલ, જિહાં તાર્કિક કુલ માર્તડ, આચારજ ભટ્ટનો હો લાલ, આચારજ જાણે રહસ્ય અખંડ, તે દર્શન જો હો લાલ, તે૦ ૩ ભટ્ટાચારજ પાસ, ભણે શિષ્ય સાતસે હો લાલ, ભણે૦ મીમાંસાદિ અભ્યાસ, કરે વિદ્યારસે હો લાલ, કરે. તે પાસે જસ આપ, ભણે પ્રકરણ ઘણાં હો લાલ, ભણે ન્યાયમીમાંસાલાપ, સુગત જૈમિનિ તણાં હો લાલ, સુગત) ૪ વૈશેષિક સિદ્ધાંત, ભણ્યાં ચિંતામણિ હો લાલ, ભણ્યાં. વાદિ-ઘટા દુદા વિબુધચૂડામણી હો લાલ, વિબુધ સાંખ્ય પ્રભાકર ભટ્ટ, મતાંતર સૂત્રણા હો લાલ, મતાંતર૦ ધારે મહા દુરઘટ્ટ, જિનાગમ-મંત્રણા હો લાલ, જિનાગમ૦ ૫ પંડિતને દે આપ, રૂપૈયો દિન પ્રતિ હો લાલ રૂપૈયો. પઠન મહારસ વ્યાપ, ભણે જસ શુભમતિ હો લાલ ભણે તીને વરસ લગી પાઠ, કરે અતિ અભ્યાસી હો લાલ. કરે. સંન્યાસી કરી ઠાઠ, આવ્યો એહવે ઘસી હો લાલ. આવ્યો. ૬ તેહસું માંડ્યો વાદ, સકલ જન પેખતાં હો લાલ. સકલ૦ નાઠો તજિ ઉન્માદ, સંન્યાસી દેખતા હો લાલ સંન્યાસી પંચ શબ્દ નીશાણ, ધુરંતિ ઈજતિ હો લાલ. ધુરંતિ આવ્યા જસ બુધ-રાણ, નિજાવાસે તિતિ હો લાલ. નિજા) ૭ વારાણસી શ્રી પાસ, તણી કીધી થઈ હો લાલ તણી
૨૪૦
સઝાય સરિતા