________________
લઘુ પણ બુદ્ધે આગલોજી, નામે કુમર જસવંત... ગુ૦ ૮ સંવત સોળ અઠયાસિયેજી, રહી કુણઘેર ચોમાસ
શ્રી નયવિજય પંડિતવરુજી, આવ્યા કનોડે ઉલ્લાસ... ગુ૦ ૯ માતા પુત્રસ્યું સાધુનાજી, વાંદી ચરણ સુવિલાસ સુગુરુ ધર્મ ઉપદેશથીજી, પામી વયરાગ પ્રકાશ... ગુ૦ ૧૦ અણહિલપુર પાટણે જઈજી, લે ગુરુપાસે ચારિત્ર યશોવિજય એહવી કરીજી, પાપના નામની તત્ર... ગુ૦ ૧૧ પદમસીહ બીજો વળીજી, તસ બાંધવ ગુણવંત તેહ પ્રસંગે પ્રેરિયોજી, તે પણ થયો વ્રતવંત... ગુ૦ ૧૨ વિજયદેવ ગુરુ હાથનીજી, વડી દીક્ષા હુઈ ખાસ બિહુને સોળઅઠયાસિયેજી, કરતા યોગ અભ્યાસ... ગુ૦ ૧૩ સામાયિક આદે ભણ્યાજી, શ્રી જસ ગુરુમુખે આપ સાકરદલમાં મિષ્ટતાજી, તિમ રહી મતિ શ્રુત વ્યાપ... ગુ૦ ૧૪ સંવત સોળ નવાણું એજી, રાજનગરમાં સુજ્ઞાન સાધે સામે સંઘનીજી, અષ્ટ મહા અવધાન... ગુ૦ ૧૫ ધનજી સૂરા તિસેજી, વીનવિ ગુરુને એમ યોગ્ય પાત્ર વિદ્યા તણુંજી, થાસ્ય એ બીજો હેમ... ગુ૦ ૧૬ જો કાસી જઈ અભ્યસેજી, ષટ દર્શનના ગ્રંથ
સા
કરી દેખાડે ઉજવુંજી, કામ પડયે જિનપંથ... ગુ૦ ૧૭ વચન સુણી સુહગુરુ ભણેજી, કાર્ય એહ ધનને અધીન
મિથ્યામતિ વિણ સ્વારથેજી, નાયે જિનશાસ્ત્ર નવીન... ગુ૦ ૧૮ નાણીના ગુણ બોલતાંજી, હુઈ રસનાની ચોષ(ખ) સુજસવેલી સુણતા સઘેજી, કાંતિ સકલ ગુણ પોષ... ગુ૦ ૧૯
ઢાળ ૨
ધનજી સૂરા સાહ, વચન ગુરુનું સુણી હો લાલ
વચન ગુરુનું સુણી
આણી મન ઉત્સાહ, કહે ઈમ તે ગુણી, હો લાલ
સાય સરિતા
૨૩૯