________________
એહવે કઠીયારો કોઈ આવી, નાંખે કાઠી ભારો; શબ્દ સુણી જવ જીવે વમીયા, તે દેખે સોનાર. મ. ૧૨ ચિંતે વીરજિનેશ્વર કહેશે, વાત સકલ વિસ્તાર, તો છુટું જો સંયમ લેઉ, વલી પામું ભવપાર. મ૦ ૧૩ શ્રેણિકનો ભય મનમાં આણી, જાણી અથિર ધન કાય, સંયમ લેઈ સહુ જન સાથે, પાળી સદ્ગતિ જાય. મ૦ ૧૪ પંડિત જયવિજય કેરો, મેરૂ નમે ઋષિરાય,
એહવા મહા મુનિવરને નામે, લહીયે અવિચલ રાજ. મ. ૧૫ ૧૨. (ખ) શ્રી યશોવિજય મહોપાધ્યાયની સઝાય (ઢાળ-૪)
ઢાળ-૧ પ્રણમી સરસ્વતી સામિનીજી, સુગુરુનો લહી સુપસાય શ્રી યશોવિજય વાચક તણાજી, ગાઈશું ગુણસમુદાય ગુણવંતા રે મુનિવર ! ધન તુમ જ્ઞાન પ્રકાશ... ૧ વાદી વચન કસણે (સરાણે) ચઢયોજી, તુજ શ્રુત સુરમણિ ખાસ બોધિવૃદ્ધિ-હેતે કરેજ, બુધજન તસ અભ્યાસ. ગુ. ૨ સકલ મુનીસર સેહરોઇ, અનુપમ આગમ જાણ કુમત-ઉત્થાપક એ જયોજી, વાચક કુલમાં રે ભાણ... ગુ૦ ૩ પ્રભવાદિક શ્રુતકેવલીજી, આગે હુઆ ષટું જેમ કલિમાંહી જોતાં થકા છે, એ પણ મૃતધર તેમ... ગુ. ૪ જસ વાદ્ધપક શાસનેજી, સ્વસમય પરમત દક્ષ પહોંચે નહિ કોઈ એહનેજી, સુગુણ અનેરા શત લક્ષ... ગુ. ૫ કૂર્ચાલી શારદ તણોજી, બિરુદ ધરે સુવિહિત બાલપણે આલાપે જિણેજી, લીધો વિદશગુરુ જીત... ગુ. ૬ ગુજરધરમંડણ અOજી, નામે કનોડું વર ગામ તિહાં હુઓ વ્યવહારિયોજી, નારાયણ એહવે નામ.. ગુ૦ ૭ તસ ધરણી સોભાગદેજ, તસ નંદન ગુણવંત
રક