________________
૧૨૬. (ક) મેતારજ મુનિની સજ્ઝાયો (૩)
વીર જિનેશ્વર ચરણ સરોરૂહ, પ્રણમી નિજ મન ભાવે, મેતારજ મુનિવર ગુણ ગાતાં, શિવરમણી સુખ આવે; મહાયશ ! મેતારજ મુનિવંદો, ગયણાંગણ જિનચંદો. મ૦૧ નયરી રાજગૃહીનો વાસી, વ્યવહારી સુત સાર, દેવતણે પ્રતિબોધે લીધો, દુષ્કર મહાવ્રત ભાર. મ૦ ૨ મન શુદ્ધે ચિત્ત ચોખે ચાલે, પાળે પંચાચાર, પંચ સમિતિ ત્રણ ગુમિ વિરાજિત, દર્શવિધ યતિધર્મ. મ૦ ૩ બેતાલીશ દોષે કરી વર્જિત, દેહ ધારણ લે આહાર, ગોચરીયે વિચરતો એક દિન, આવે ઘરે સોનાર. ૫૦ ૪
સોની મુનિ સામો તે આવી, વંદી ઘરમાંહિ જાવે, અશનાદિક દેવાને કાજે, મને ભલી ભાવના ભાવે. મ૦ ૫
એહવે પૂરવ ભવ કોઈ વૈરી, કૌચ જીવ થઈ આવે, જવ સોનાના શ્રેણિક કાજે, કીધા તે ચણી જાવે. મ૦ ૬
હવે સોનાર આવી વ્હોરાવે, રાખી નિજ મન નિષ્કામ, વ્હોરી મુનિ પાછો જબ વલીયો, તવ નવિ દેખે તામ. મ૦ ૭
પાછો મુનિ તેડીને પૂછે, જવ નવ દીસે ભાઈ, મુનિ મુખથી લવલેશ ન ભાખે, જીવદયા ચિત્ત ધ્યાયી. મ૦ ૮
રીસ તણે વશ મુનિને સારી, વાધર વીટયું માથે, તડકે બેસાડે તે પાપી, વળી તર્જન કરે હાથે. મ૦ ૯
મુનિ મનમાંહિ રોષ ન લાવે, અહિયાસી નિજ કર્મ, સહે વેદન ભેદન શિર કેરી, તોડે નિકાચિત કર્મ. મ૦ ૧૦
ઘનઘાતિ કર્મને ચૂરી, સારી આતમ કાજ, કેવલ પામી મુકતે પહોંચ્યા, નમીયે એ મુનિરાજ. મ૦ ૧૧
સજ્ઝાય સરિતા
૨૩૭