SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ લ્યો ભિક્ષા છે સુઝતીજી, મોદકતણો એ આહારા. મેતારજ૦ ૩ ક્રૌંચ જીવ જવલા ચણ્યોજી, વહોરી વલ્યા ઋષિરાય; સોની મન શકા થઈ જી, સાધુ તણા એ કાજ. મેતારજ૦ ૪ રીસ કરી ઋષિને કહેજી, દ્યો જવલા મુજ આજ; વાધર શિર્ષે વીંટીયુંજી, તડકે રાખ્યા મુનિરાજ. મેતારજ૦ ૫ ફટ ફટ ફૂટે હાડકાંજી ટ તૂટે છે ચામ; સોનીડે પરિષહ દીયોજી, મુનિ રાખ્યો મન ઠામ. મેતારજી૦ ૬ એવા પણ મોટા યતિજી, મન ન આણે રે રોષ; આતમ નિદે આપણોજી, સોનીનો શો દોષ. મેતારજ૦ ૭ ગજસુકુમાલ સંતાપીયાજી, બાંધી માટીની પાળ; ખેર અંગારા શિરે ધર્માજી, મુગતે ગયા તત્કાળ. મેતાર૭૦ ૮ વાઘણે શરીર વલુરીયું જી, સાધુ સુકોશલ સાર; કેવલ લહી મુગતે ગયાજી, ઈમ અરણિક અણગાર. મેતાર૭૦ ૯ પાપી પાલકે પીલીયાજી, ખંધકસૂરિના રે શિષ્ય; અંબડ યેલા સાતશેંજી, નમો નમો તે નિશદિન. મેતારજ૦ ૧૦ એવા ઋષિ સંભારતાજી, મેતારજ ઋષિરાય; અંતગડ હુઓ કેવલીજી, વંદે મુનિના પાય. મેતારજ૦ ૧૧ ભારી કાષ્ઠની સ્ત્રીએ તિહાંજી, લાવી નાંખી તેણીવાર; ધબકે પંખી જાગીચોજી, જવલા કાઢયા તેણે સાર. મેતારજ૦ ૧૨ દેખી જવલા વિષ્ટામાં, મન લાજ્યો સોનાર; ઓઘો મુહપત્તિ સાધુનાજી, લેઈ થયો અણગાર. મેતારજ૦ ૧૩ આતમ તાર્યો આપણોજી, સ્થિર કરી મન વચ કાય; રાજવિજય રંગે ભણેજી, સાધુ તણી એ સજઝાય. મેતારજ૦ ૧૪ ૨૩૬ સજ્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy