________________
કોપ ધરીને સોની ઈમ કહે જવલા છે તુમ પાસે... ધનધન૦ ૬ જવ ચોર્યા રાજાતણા તું તો મોટો ચોર આળા ચર્મ તણે કરી બાંધ્યો મસ્તકે દોર... ધનધન૭ નેત્રયુગલની વેદના તિણે નીકળીયા તત્કાળ કેવલજ્ઞાન તે નિર્મલું પાણી કીધો કાળ... ધનધન૦ ૮. શીવનગરીમાં જઈ પહોંચ્યો એહવો સાધુ સુજાણ ગુણવંતના ગુણ જે જપે તસ ઘર કોડી કલ્યાણ... ધનધન, ૯ નવકન્યા તેણે તજી તજી કંચન કોડી નવ પૂરવધર વીરના પ્રણમું બે કર જોડી... ધનધન. ૧૦ સિંહ તણી પર આદરી સિહની પરે શૂરો સંયમ પાળી શિવ લહી જશ જગમેં પૂરો... ધનધન૦ ૧૧ ભારી કાષ્ઠની બાઈ તિહાં ઉચેથી નાખે ધડકી પંખીએ જવ વમ્યા તે દેખી આંખે... ધનધન) ૧૨ તવ સોની મન ચિંતવે કીધું ખોટું કામ વાત રાજા જો જાણશે તો ટાળશે ઠામ... ધનધન. ૧૩ તવ તે મનમાં ચિંતવી ભયથી જિન હાથે સોવન કાર દીક્ષા લીયે નિજ કુટુંબ જ સાથે... ધનધન૦ ૧૪ શ્રી કનકવિજય વાચકવરૂ શીસ જંપે રામ સાધુ તણાં ગુણ ગાવતાં લહીએ ઉત્તમ ઠામ... ધનધન. ૧૫
• ૧૨૫. મેતારક મુનિની સઝાયો (૨) અમદમ ગુણના આગરુજી રે, પંચ મહાવ્રત ધાર, માસક્ષમણને પારણેજી, રાજગૃહી નગરી મોઝાર;
મેતારજી મુનિવર ધન ધન તુમ અવતાર. ૧ સોનીને ઘેર આવીયાજી, મેતારજ ઋષિરાય; જવલા ઘડતો ઉઠીયો, વંદે મુનિના પાય. મેતારજ૦ ૨ આજ ફલ્યો ઘર આંગણેજી, વિણ કાળે સહકાર;
સાય સરિતા
૨૩૫