________________
ઋષિ પગરજ લાગી તેહથી ખેદાણો ઈહાં કેમ ?... દવદુ:ખ૦ ૧૨ વયણ સુણી એમ વીરનાં મેઘો કરે ઉહાપોહ જાતિ સમરણ પામીને વરને પ્રણમ્યો તેહ... દવદુઃખ૦ ૧૩ ધન ધન તું જિન વીરજી ચિદાનંદ રવિચંદ ત્યાંહિ ઉવટે જાતાં રે મુજને આપ્યો મારગમાંહિ... દવદુ:ખ૦ ૧૪ તું ખરો ધર્મનો સારથી દેવ ! હવે હું નિત્યમેવ જગવંદ્ય એ સહુ સાધુની શી ધરૂં પગરજ હેવ... દવદુ:ખ૦ ૧૫ હવે પછી મેં એક નયનની કરવી સારસંભાળ ન કરૂં સાર એ અંગની અભિગ્રહ કરું છું કૃપાલ... દવદુ:ખ૦ ૧૬ ફિર વીરજી કને મેઘજી લેઈ સંયમ સાર તપી દસ્તર તપ દેહડી પાળી વરસાં હો બાર... દવદુ:ખ૦ ૧૭ અનુત્તર વિજય વિમાનમાં તે થયો દેવ અનૂપ શ્રી વૃદ્ધિસાગર સૂરિજી જાગે તપગચ્છ ભૂપ... દવદુખ૦ ૧૮ રાજે તે સહુના રાજમાં જિનસાગર કવિરાય શિષ્ય જયસાગર સાધુના પ્રેમે પ્રણયું રે પાય.. દવદુઃખ૦ ૧૯
૧૨૪. મેતારક મુનિની સાચો (૧) ધન ધન મેતારજ મુનિ જેણે સંયમ લીધો જીવદયાને કારણે તેણે કોપ ન કીધો... ધનધન. ૧ માસખમણને પારણે ગોચરીયે જાય સોવનકાર તણે ઘરે પહોંત્યા મુનિરાય... ધનધન ૨ સોવન જવ શ્રેણીકતણા ઋષિ પાસે મૂકી ઘર ભીતર તે નર ગયો એક વાત ન ચૂકી... ધનધન૦ ૩ જવ સઘળાં પંખી ગળે મુનિવર તે દેખે જબ સોની બહાર આવીયો જવ તિહાં ન દેખે... ધનધન૪ કહો મુનિવર જવ કિહાં ગયા કહોને કોણે લીધા ? મુનિ ઉત્તર આપે નહિં તવ ચપેટા દીધા... ધનધન ૫ મુનિવર ઉપશમ રસ ભય પંખી નામ ન ભાખે
૨૩૪
સક્ઝાય સરિતા