________________
૨૩૨
ન માય નયણે નિડી દોહિલો ભયે ભોર રે... વીરજી૦ ૯ શીખડી તવ માગવા વીરજી કને જાય રે
મધુર વયણે વીરજી મેઘને બોલાય રે... વીરજી૦ ૧૦
ઢાળ પ
ધારણી ઉરસર હંસલો તું ગુણમણી ખાણ મેઘા સમજી શુદ્ધવટ ચાલીયે શુભમતિ હૈયે આણ... ધારણી ૧ વચ્છ ! તું તો છે ઉત્તમવંશી સાંભળ તું અમ શીખ જગવંદ્ય ચિંતની રે પગરજે શું તુજને ચઢી રીસ....
વચ્છ ! તું તો છે. ૨ રત્નચિંતામણી પામીને કુણ ગ્રહે કાચની ગુણ ? ચક્રવર્તી પદવી રે પરિહરી દાસપણું ગ્રહે કુષ્ણ ?... વચ્છ ! તું તો છે૦ ૩
અગ્નિમાં પડવું તે ભલું પણ ન ભલું વ્રત ભંગ જીવિત જલબિંદુ જેહવું સુપન સરિખો રે રંગ...
વચ્છ ! તું તો છે૦ ૪
ત્રીજે ભવે વચ્છ તું હતો વૈતાઢ્યગિરિમાં હાથણી સહસ્રનો રે ધણી ધોળો ષટ દંતો ગજરાજ...
વચ્છ ! તું તો છે ૫ એકદા ગ્રીષ્મે ત્યાંહી
સુમેરૂપ્રભ નામે તું હતો દવ બળતો અતિ તરસ્યો હું ગયો એક સરોવર માંહિ...
વચ્છ ! તું તો છે ૬
નીર ન પામ્યો તિહાં કને અલ્પ જળ બહુ ટૂંક તિહાં પૂરવ વેરી ગજે હણીયો તું
નિઃશંક
વચ્છ ! તું તો છે૦ ૭
છેક થયો તું રે જાજરો પીડા ખમી દિન સાત વરસ એકસો વીસનું ભોગવી આયુ સુજાત...
વચ્છ ! તું તો છે૦ ૮
સજ્ઝાય સરિતા