________________
બાવીસ પરીષહ જીતવાજી કરવા ઉગ્ર વિહાર રે... જાયા૦ ૨૫ પાય અડવાણે ચાલવુંજી શીયાળે શીત વાય ચોમાસું વચ્છ ! દોહિલુંજી ઉનાળે લૂ વાય રે... જાયા૦ ૨૬ ગંગા સાયર આઠે કરીજી ઉપમા દેખાડી રે માય
દુષ્કર ચારિત્ર દાખીયુંજી કાયર પુરૂષને થાય રે... જાયા૦ ૨૭ કુમર ભણે-સુણ માવડીજી સંયમ સુખ ભંડાર ચૌદહ રાજ નગરી તણાંજ ફેરા ટાળણ હાર રે... જાયા૦ ૨૮ અનુમતિ તો આપું ખરીજી કુણ કરશે તુજ સાર
રોગ જબ આલી લાગશેજી નહિં ઔષધ ઉપચાર રે... જાયા૦ ૨૯ વનમાં રહે છે મરગલાજી કુણ કરે તેહની સાર
વનમૃગની પરે વિચરશુંજી એકલડા નિરધાર હો માડી... જાયા૦૩૦ અનુમતિ આપે માવડીજી આવ્યા વનહ મોઝાર પંચ મહાવ્રત આદર્યાંજી પાળે સંયમસાર
મુનીસર ! ધન ધન તુમ અવતાર... જાયા૦ ૩૧ મૃગાપુત્ર ઋષિ રાજીયોજી પટકાયા ગોવાલ
એ સમ નહિં વૈરાગીયોજી જિણે ટાળ્યો આતમસાલ... જાયા૦૩૨ ભણ્યો અધ્યયને ઓગણીસમેજી મૃગાપુત્ર અધિકાર તપ-જપ-કિરિયા શુદ્ધ કરીજી આરાધી પંચાચાર... જાયા૦ ૩૩ સંયમ દુષ્કર પાળીયુંજી કરી એક માસ સંથાર કર્મ ખપાવી કેવલ લહીજી પહોંત્યા મુક્તિ મઝાર... જાયા૦ ૩૪
૨૨૮
• ૧૨૨. મેઘકુમારની સજ્ઝાયો (૧)
ધારણી મનાવે રે મેઘકુમારને રે, તું મુજ એકજ પુત્ર;
તુજ વિણ જાયા રે સૂનાં મંદિર માળીયાં રે, રાખો રાખો ઘર તણાં સૂત્ર૦ ૧
તુજને પરણાવું રે આઠ કુમારિકારે, સુંદર અતિ સુકુમાળ;
મલપતી ચાલે રે જેમ વન હાથણી રે, નયણ વયણ સુવિશાળ. ધારણી
મુજ મન આશા રે પુત્ર હતી ઘણી રે, રમાડીશ વહુના રે બાળ; દૈવ અટારો રે દેખી વિ શક્યો રે, ઉપાયો એહ જંજાળ. ધારણી ધન કણ કંચન રે ઋદ્ધિ ઘણી અછે રે, ભોગવો ભોગ સંસાર;
સજ્ઝાય સરિતા