________________
છેદન-ભેદન ત્યાં સહ્યાંજી કહેતાં ન આવે પાર... જાયા૧૧ સાયરના જળથી ઘણાંજી મેં પીધાં માય થાન તૃમિ ન પામ્યો આતમાજી અધિક આરોગ્યાં ધાન... જાયા. ૧૨ ચારિત્ર ચિંતામાણી સમોજી અધિક હારે મન થાય તન-ધન-જોબન કારમાજી ક્ષણ ક્ષણ ખૂટે આય... જાયા૦ ૧૩ માતા અનુમતિ આપીયેજી લઈશું સંયમ ભાર પંચ રતન મુજ સાંભર્યા કરશું તેહની સાર... જાયા. ૧૪ વયણ સુણી બેટા તણાંજી જનની ધરણી ઢળત ચિત્ત ઢળ્યું તવ આરડેજી નયણે નીર ઝરંતરે જાયા ! તુજ વિણ ઘડી રે છ માસ... જાયા. ૧૫ વળતી માતા ઈમ ભણેજ સુણ સુણ મોરા રે પુત્ર મન મોહન તું વાલહોજી કાંઈ ભાગે ઘર સૂત્ર રે... જાયા. ૧૬ મેટા મંદિર માળીયાજી રાન સમોવડ થાય તુજ વિણ સહુ અળખામણાંજ કિમ જાયે દિન-રાત રે...જાયા૦૧૭ નવમાસ વળી ઉદર ધર્યોજી જન્મતણાં દુઃખ દીઠ કનક કચોળે પોષીયોજી હવે હું થઈ અનીઠ રે... જાયા. ૧૮ જોબન વય નારીતણાંજ ભોગવો બહોળા રે ભોગ જોબન વય વીત્યા પછજી આદરજે તપ જો રે... જાયા. ૧૯ પડ્યો અજાડી જિમ હાથીયોજી મૃગલો પાડીયો રે પાસ પંખી પડ્યો જિમ પાંજરેજી તેમ કુંવર ઘરવાસ રે... જાયા. ૨૦ ઘર ઘર ભિક્ષા માગવીજી રસ-વિરસ આહાર ચારિત્ર છે વચ્છ ! દોહિલુંજી જેવી ખાંડાની ધાર રે... જાયા. ૨૧ પંચ મહાવ્રત પાળવાજી પાળવા પંચ આચાર દોષ બેંતાલીસ ટાળીનેજી લેવો સુઝતો આહાર રે... જાયા. ૨૨ મીણદાંતે લોહમય ચણાજી કિમ ચાવીશ કુમાર ! વેળુ સમોવડ કોળીયાજી જિને કહ્યો સંયમ ભાર રે... જાયા. ૨૩ પલંગ તળાઈએ પોઢતોછ કરવો ભૂમિ સંથાર કનક કચોળાં છાંડવાંજી કાચલીયે આહાર રે... જાયા. ૨૪ માથે લોચ કરાવવા તું સુકુમાલ અપાર
(સક્ઝાય સરિતા
૨ ૨૭