________________
માતાજી૦ ૪ ઓસડ એક ન લીધો હો માતાજી આવ્યાં જ્યાં લગેરે કદી કસૂર ન હુઈ પેટ માથે હાથ પગ હો પલક પણ નવિ દુખ્યાં રે કોડ પૂરવ લગે ઠેઠ...
માતાજી૫ કોડ પૂરવમે હો એક જોડલો જણ્યો રે શ્રીમરૂદેવાજી માત તારા સરખો બેટો હો કોઈ જનનીએ નહિં જણ્યો રે ત્રણ ભુવનનો નાથ...
માતાજી૬ દોનું સુંદરી હો સોવનવણી શોભતી રે પરણી તે ઋષભ જિણંદ ભરત ક્ષેત્રમાં હો વિવાહ પહેલો હુવો એ સૂત્રમાં સર્વ સંબંધ...
માતાજી૦ ૭ એકસો પુત્રો હો દાદીએ નયણે નિરખીયા રે બ્રાહ્મી સુંદરી દોય સર્વકબીલો સુખીયો હો દુઃખીયો કોઈનવિ દેખીયો રે એવું પુણ્ય કહેવું ન હોય..
માતાજી ૮ પટખંડ ભોકતા હો ભરતનો ધણી રે અરજ કરે કરજોડ દાદીને પાય લાગે હો મુજરો લેજો માહરો રે મુખ આગળ મદમોડ...
માતાજી૯ હાથી હદે બેઠા હો દેખે પુત્રને રે રહ્યા ઋષભને જોય મરૂદેવા માતા હો મન જીત્યો મોહને રે કેહનું સગું નહિં કોય...
માતાજી૦ ૧૦ કેવલ પામ્યા હો માતાજી મુકતે ગયા રે હાથી હોદ્દે વીતરાગ પછી શિવ ગયા હો અસંખ્યાતા કેવી રે ખોલ્યો મુક્તિનો માર્ગ..
માતાજી૦ ૧૧ ચો(પાં) સઠહજાર પેઢી હો નયણે નિરખી છે રે લાગે દાદીને પાય તીર્થંકર ચક્રીહો હલધર કેશવા રે, વળી રાણાને રાય...
માતાજી૦ ૧૨ માંજી સરખા સુખીયા હો કાને કોઈ ન સાંભળ્યા રે લખ્યું સૂત્રે ઠેર ઠેર ઋષિરાયચંદજી હો ઢાળો જોડી જુગતિશું આછો શહેર અજમેર...
માતાજી૦ ૧૩ સંવત અઢારસે હો વરસ પંચાવને રે ગ્રીષ્મનો જેઠ જ માસ
સક્ઝાય સરિતા
૨૨૩