________________
માતાજીવંદન ઋષભજન કારણે પાખરીયો ઐરાવત હસ્તી સારજો બહુ મૂલા આભરણને વસ્ત્ર જ પહેરીયા સાથે સખી વળી સુભટ ને અસવાર જો... નગરી. ૮ બહુ આડંબરે વંદન કારણ સંચર્યા પંચ શબ્દ તણા આગળ હોય અવાજ જો એક જીભે મુખથી કેમ જાયે વર્ણવ્યા ધન્ય જેણે તે નિરખ્યા સર્વે સાજ જો... નગરી, ૯ ભાવે ચઢ્યા માતાજી ચઢતે પરિણામ શું તુટી જાળી કર્મતણી જે ભૂર જો દૂરથી ત્રિગડું રે નયણે નિરખતાં કેવલ લઘું જેમ ઉગ્યો અંબરે સુર જો... નગરી. ૧૦ જન્મ મરણ દુઃખડાં રે સર્વ મટી ગયા શાશ્વતા સુખ મુક્તિ કેરા પાય જો ગુણી પુરૂષના ગુણગાવે શુદ્ધ ભાવથી ઋષિરાયચંદ વદે તેહ મુક્તિમાં જાયજો... નગરી. ૧૧
ઢાળ ૪ ઈણહી જંબુદ્વીપે હો ભરત ક્ષેત્રમાં રે વિરહો મુક્તિનો હોય અઢાર કોડા કોડી હો સગર માટૅરો કહ્યો, મુકતે ગયો નહિં કોય માતા મરૂદેવા હો મુક્તિનો ખોલ્યો બારણો રે જડીયો જંબુમાર...
માતાજી૦૧ અંતક્રિયા તિહાં ભાખી હો પહેલાં પહોંત્યા નિરવાણ સૂત્ર ઠાણાંગમાં રે વિવરીને કહ્યું આગમ વચન પ્રમાણ...
માતાજી૦ ૨ કેળસરખી કાયાં હો ઉચી ધનુષ્ય પાંચસે રે સોવન્ન વર્ણ શરીર સુપનની માહે હો કદીય ન જાણ્યો સાસરો રે ન જાણ્યો કદીય પીયર...
માતાજી૦ ૩ કોડ પૂરવ લગે હો સોહાગણ રહ્યા સતી રે નિત નિત નવલા રે વેશ ભુર જોબનમાંહે રહ્યા હો માતાજી જીવ્યાં જ્યાં લગે રે કાળા ભમ્મર કેશ...
૨૨૨
સક્ઝાય સરિતા