SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ ૩ નગરી અયોધ્યામાં રે આજ આનંદ ઉપન્યો સુણી સુણી શ્રી આદીશ્વર સમવસરણ જો ભરતેશ્વરે જઈ દાદીને વધાવીયા મુખથી કહેતા મીઠી અમૃતવાણ જો... નગરી. ૧ સુણો દાદી વધાઈ આજ છે માતરી પુરિમતાલે પિતાજીને કેવલજ્ઞાન જો ત્રિગડું રે રચીયું મળી ચોસઠ દેવતા ઈદ્ર ઈદ્રાણી - ગંધર્વ કરતા ગાન જે... નગરી૨ ચોસઠ ઈદ્ર ત્રિગડે જિનપદ સેવતાં દેવદુંદુભીના નાદ હુવે છે રસાળ જો દેવઘંટા ઝણકારની આભે ગર્જના છપ્પન કુમરી મંગલ બોલે વિશાલ જો... નગરી. ૩ ત્રિગડા કેરી રચના દાદી શી કહું જોજનમાંહી દીસે ઝાકઝમાળ જો સોવનમય કોશીશારત્ન હીરે જડ્યા રતને તોરણ દીસે રંગરસાલ જે... નગરી. ૪ કનક સિંહાસન મધ્યે મણિ રત્ન જડિત તિહાં બિરાજે ત્રિભુવન કેરો નાથ જો બારે તે પર્ષદા મિલી કાંઈ એકઠી નાચે અપછરા ઓચ્છવ હુવે ઠાઠ જો... નગરી ૫ માતાજી વધાઈ ઈણવિધ સાંભળી આરતિ છાંડી ઉલટ હૈડે થાય જો સાઠ-આઠ પગ સામા જઈ નીચે નમી લળીલળી વાદે ઝષભ જિણંદના પાયજો... નગરી. ૬ સહસ વરસના દુ:ખડાં સર્વ મટી ગયા ઉમંગ અંગે આનંદ રંગના રોળ જો ભરતેશ્વરના દાદી લેતી વારણાં પુત્ર જુવો એ સાચો તારો બોલજો... નગરી૭ આ સક્ઝાય સરિતા ૨ ૨૧
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy