SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ તુજ સુતની વાતો રે દાદી શી કહું કેઈવિધ કરી હું મુખથી કરૂં વખાણજો... ઓળંભા૦ ૧ પંચમહાવ્રત સુધાં તુજ સુતે આદર્યાં ટાળ્યા મનથી ક્રોધાધિક કષાય જો વેર વિરોધ ઈંદ્રિય રે પાંચે વશ કરી નવ આડે શુદ્ધ પાળે છે બ્રહ્મચર્ય જો... ઓળંભા૦ ૨ પંચાચાર ને વળી પંચમિતિ ગ્રહી ત્રણ ગુપ્તિ એ આતમ શુદ્ધ કીયો સોય જો સત્તાવીસ ગુણે રે કરીને શોભતાં નિર્દોષી અણગાર મુનીશ્વર હોય જો... ઓળંભા૦ ૩ બારે ને મસવાડા તપ પૂરો તપ્યા સંચિત કર્મ કીધાં તે સઘળાં ચૂર જો મોહ-માયાના દલ સઘળાં ચૂરણ કર્યા ચઢતે પરિણામે લડીયા જે રણ શૂરજો... ઓળંભા૦ ૪ સ્વજન કુટુંબની તેહને મન ઈચ્છા નહિં રાજઋદ્ધિ સિદ્ધિ તસ સકલ અકામજો અંતે તે અળગું અ સઘળું જાણીયું તે ઠંડી જઈ વિચર્યા અનેરે ધામ જો... ઓળંભા૦ ૫ ધન્ય તે દેશને ધન્ય તે નગર સોહામણું, ધન્ય તેહની વન વાડી ધન્ય શુભ કામ જો ધન્ય ભૂમિ જિહાં પ્રભુજી પગલાં માંડતાં, જેણે વાંધા તેહનાં સિદ્ધ હુઆ સવિ કામ જો ઓળંભા૦ ૬ ઋદ્ધિ અનંતી આગળ તુમ સુત પામશે શાતાં સુખ મુક્તિકેરાં સોય જો થોડા રે દહાડામાં દાદી જાણજો, કેવલ મહોચ્છવ તુમ સુત કેરો હોય જો... ઓળંભા૦ ૭ ઈમદાદીને ધીરજ દેતાં દિનપ્રતેં સુણીસુણી દાદી ધીરજ ધરતી મન્નો આશાને વિલુધી રે માડી નિત રહે રોતી ઋષભનું ધ્યાન સુમનને તન્ન જો... ઓળંભા૦ ૮ સહસવરસ ફરતાં ઈમ ઈવિષે થયા કર્મ ખપાવી સમવસર્યા ઉદ્યાન જો ઉગમતે સૂરે રે રૂતળે ઉપન્યું ઝગમગજ્યોતિ નિર્મલ કેવલ જ્ઞાન જો... ઓળંભા૦ ૯ ઈણ અવસરમાં ભરતસભામાં વધામણી પુરિમતાલે પિતાને કેવલનાણ જો કરજોડી સેવકજન આપે લધામણી ભવબંધનથી છોડી કરો નિરવાણ જો... ઓળંભા૦ ૧૦ ૨૨૦ સજ્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy