________________
અનેક સુખ વિલસે તું રંગમહોલમાં ઋષભજી તો વનમાં વિરૂએ વેષ જો... માતાજી૦ ૩ ખરા બપોરે એકલો ફરતો ગોચરી શિર ઉઘાડે પાય અડવાણે જોય જો અરસ વીરસ ઉનાં જલ મેલાં કપડાં ઘરઘર આંગણ ફરતો હીંડે સોય જો... માતાજી૪ બાળ લીલા મંદિરીયે રમતો આંગણે યક્ષ વિદ્યાધર સોહમ ઈદ્રને સંગ જો હું દેખી મનમાંહી હૈડે હસતી ચોસઠ ઈદ્ર આવી કરતા ઉમંગ જો... માતાજી. ૫ મહારા રે સુખડા તે સુત સાથે ગયા દુ:ખના હૈડે ચઢી આવ્યા છે પૂરજો પૂરવની અંતરાય તે આજે આવી નડી કે ઈવિધ કરીને ધીરજ રાખું ઉર જો... માતાજી. ૬ પુરી અયોધ્યા કેરો સુત તું રાજીયો રાજઋદ્ધિ મંદિર બહોળો પરિવાર જો રાજધાનીના સુખમાં વાત ન સાંભરે રાતદિવસ રહેતો રંગ મહોલ મોઝાર જો... માતાજી. ૭ સહસ વરસ ઋષભજીને ફરતાં વહી ગયા હજુ ખબર નહિં સંદેશો નહિં નામ જો એહવું તે કઠણ રે હૈયું કેમ થયું સુગુણ સુતના એહવા નહિ હોય કામ જો... માતાજી૦ ૮ ખબર કઢાવો સુભટ બહુલા મોકલી જુઓ તાતતણી ગતિ શી-શી હોય . જો સેવકનાં સ્વામી રે એવું કહાવજો નિજ માતા દિનદિન વાટલડી જોય જો... માતાજી. ૯
ઢાળ ૨ ઓળંભા ઈણવિધ સુણી દાદી તણા ભરતજી બોલે લળીલળી મધુરી વાણજો
[ સક્ઝાય સરિતા
૨૧૯