________________
પર્ષદા દીઠી રે પુત્રની, ઉપન્યું કેવળજ્ઞાન. મરૂદેવી. ૬ ધન્ય માતા ધન્ય બેટડો, ધન્ય તેનો પરિવાર, વિનયવિજય ઉવજઝાયનો, વર્યો છે જયજયકાર. મરૂદેવી. ૭
• ૧૧૭. મરૂદેવી માતાની સજઝાયો (૨) તુજ સાથે નહીં બોલું રિખવજી, તે મુજને વિસારી છે; અનંત જ્ઞાનની ઋદ્ધિ તું પામ્યો, તો જનની ન સંભારી છે, તુજ ૧ મુજને મોહ હતો તુજ ઉપરે, ઋષભ ઋષભ કરી જપતી છે; અન્ન ઉદક મુજને નવિ રુચતું, તુજ મુખ જોવા તલપતી છે. તુજ ૨ તું બેઠો શિરછત્ર ધરાવે, સેવે સુરનર કોટી છે; તો જનનીને કેમ સંભારે, જોઈ જોઈ તારી પ્રીતિજી. તુજ. ૩ તું નથી કેનો ને હું નથી કેની, ઈહાં નથી કોઈ કેનું છે; મમતા મોહ ધરે જે મનમાં, મૂર્ણપણે સવિ તેહનું છે. તુજ ૪ અનિત્ય ભાવે ચડયા મરૂદેવા, બેઠા ગજવર ખંધે છે; અંતગડ કેવળી થઈ ગયા અગતે, રિખવને મન આણંદ જી, તુજ પ [X] ૧૧૮. મરૂદેવી માતાની સઝાયો (૩) (ઢાળ-૪)
ઢાળ-૧ માતાજી મરૂદેવા રે ભરતને એમ કહે ધન ધન પુત્ર મુજ કુલ તુજ અવતાર જો પણ દાદીના દુઃખડાં તેં નવિ જાણીયા કેઈવિધ કરી તુજ આગળ કરે પોકાર જો... માતાજી૧ જે દિનથી ઋષભજીએ દીક્ષા આદરી તે દિનથી મુજ આ સઘળું ન ખમાય જો આંખલડી અલૂણી રે થઈ ઉજાગરે રાત દિવસ મુજ નિદ્રા વિહૂણા જાય જો... માતાજી૦ ૨ તુજ સરિખો કાંઈ પુત્ર જ માહરે લાડકો તાતની ખબર ન લેતો દેશ-પરદેશ જો
૨૧૮
સક્ઝાય સરિતા ..