________________
તે મુનિ જનક છે વિદ્યાધરનો તલ વચને ગત કામજી... ૭ મયણરેહા ઈમ શીલ અખંડીત થઈ સાહુણી આપે છે મણીરથ સર્પ ડસ્યો ગયો નરકે ચંદ્રયશા નૃપ થાપેજ... ૮ રાજા પવરથે પણ નમીને રાજ્યદે ઈ લીયે દીક્ષાજી કેવલ પામી મુગતે પહોંચ્યા ગ્રહી સદ્દગુરૂની શિક્ષાજી... ૯ એક દિન નમિ રાજાનો હાથી ચંદ્રજ સાપુરી જાયજી તેહ નિમિત્તે નમિ-ચંદ્રયશાને યુદ્ધ સંબંધ તે થાયજી... ૧૦ સાધ્વી યુદ્ધ નિવારણ કાજે બંધવચરિત્ર જણાવેજી નમિને રાજ્ય દઈને ચંદ્ર જસા ગ્રહી સંયમ શિવજાવેજી... ૧૧ નમિરાય પણ દાહ જવર રોગે વલય શબદથી બૂઝયોજી ઈંદ્ર પરીખ્યો પણ નવિ ચળીયો કર્મનૃપતિસ્ય ઝુઝયોજી... ૧૨ ઉત્તરાધ્યયને પ્રત્યેક બુદ્ધના વિસ્તારે સંબંધ મયણરેહા પણ શિવસુખ પામી જ્ઞાનવિમલ અનુબંધ... ૧૩
• ૧૧૬. મરૂદેવી માતાની સજઝાયો (૧) મરૂદેવી માતા રે એમ ભણે, ઋષભજી આવોને ઘેર; હવે મુજ ઘડપણ છે ઘણું, મળવા પુત્ર વિશેષ મરૂદેવી. ૧ વત્સ તુમે વનમાં જઈ શું વસ્યા, તમારે ઓછું શું આજ; ઈન્દ્રાદિક સાથે શોભતાં, સાધ્યા ખંડ રાજ. મરૂદેવી૨ સાચું સગપણ માતા તણું, બીજો કારમો લોક; રડતાં પડતાં મેલો નહિ, હૃદય વિચારીને જોય. મરૂદેવી. ૩ ઋષભજી આવી સમોસર્યા, વિનીતા નગરી મોઝાર; હરખે દેઉં રે વધામણા, ઉઠી કરું રે ઉલ્લાસ. મરૂદેવી. ૪ આઈ બેઠા ગજ ઉપરે, ભરતજી વાંદવા જાય; દૂરથી વાજા રે વાગીયાં, હૈડે હરખ ન માય. મરૂદેવી૫ હરખના આંસુ રે આવીયા, પડલ તે દૂરે પલાય;
આ સક્ઝાય સરિતા
૨૧૭