SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ કુશલ હોજો મુજ કંતને આજની છે અર્ધરાત વેળા પડી વિષમ દુઃખની હું છું અજ્ઞાની જ બાળ... વહાણમાં ૭ અન્ન-જળ લેવા તે મુજને આજથી છે પચ્ચખાણ ધ્યાન ધરું જિનરાજનું પાળું પ્રભુજીની આણ... વહાણમાં– ૮ હીરવિજય ગુરૂ હીરલો વીરવિજય ગુણ ગાય વિનયવિજય ગુરૂ રાજીયા તેહના વંદુ નિત્ય પાય.. વહાણમાં ૯ - ૧૧૩. મનકમુનિની સઝાય નમો નમો મનક મહામુનિ બાળપણે વ્રત લીધો રે પ્રેમ પિતાશું રે પરઠીઓ માયશું મોહ ન કીધો રે... નમોનમો- ૧ પૂરણ ચૌદ પૂરવધણી સિજજંભવ જસ તાતો રે ચોથો પટોધર વીરનો મહીયલમાંહે વિખ્યાત રે... નમોનમો૦ ૨ શ્રી સિજજં ભવ ગણધરે ઉદ્દેશી નિજ પુત્રો રે સયલ સિદ્ધાંતથી ઉદ્ધરી દશવૈકાલિક સૂત્રો રે... નમોનમો૦ ૩ છમાસે પૂરણ ભણ્યો દશ અધ્યયન રસાલો રે આળસ અંગથી પરિહરી ધન ધન એ મુનિ બાલો રે... નમોનમો૦૪ ચરિત્ર ષટમાસ વાહલા પાળી પુણ્ય પવિત્રો રે સ્વર્ગે સમાધિએ સિધાવીઓ કરી જગજનને મિત્રો રે... નમોનમો. ૫ પુત્ર મરણ પામ્યા પછી સિજજંભવ ગણધારો રે બહુ મૃત દુઃખ મનમાં ધરે તેમ નયણે જળધારો રે... નમોનમો ૬ પ્રભુ તમે બહુ પ્રતિબોધીયા સમ સંવેગીયા સાધ રે અમે આંસુ નવિ દીઠડા તુમ નયણે નિરાબાધ રે... નમોનમો) ૭ અમને એ મુનિ મનકલો સુત સબંધથી મળીયો રે વિણસે અરથ કહ્યા થકાં પણ તેણે નવિ કળીયો રે... નમોનમો. ૮ શું કહીએ સંસારીને એ એવી સ્થિતિ દીસે રે તન દીઠે મન ઉલ્લસે જોતાં હોયડલું હસે રે... નમોનમો- ૯ લબ્ધિ કહે ભવિયણ તુમે મકરો મોહ વિકારો રે તો તુહે મનાણી પરે પામો સદ્ગતિ સારો રે... નમોનમો ૧૦ // સઝાય સરિતા ૨૧૫
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy