________________
૧૧૧. ભીલડીની સઝાય સરસ્વતી સ્વામીને વિનવું માગું એક પસાય સતી રે શિરોમણિ ગાઈશું ધિંગડમલ્લરાય, વન છે અતિ રૂઅડો... ૧ ભિલ્લી કહે સુણો સ્વામીજી મારું વચન અવધારો ફલ રે ખાવા અમે જાઈશું ઈણે વન મોઝારો... વનઇ... ૨ ભીલ કહે સુણો ગોરડી ઈણે વન ન જાશો પરપુરૂષ તમને દેખશે ધિંગડ મલ્લરાય... વનઇ... ૩ ભીલી કહે સુણો સ્વામીજી મારું વચન અવધારો પરપુરૂષ ભાઈ-બાંધવ મારે ભીલ છે રાય... વન૦... ૪ સ્વામી તણી આજ્ઞા લઈ ભીલી રમવાને ચાલી વનરે દીઠો રળીયામણો ભીલી ખેલવા લાગી... વન.... ૫ દ્રમકરાય પેઠે ઉભો ઝબકી નાઠી રે ભીલી કમળ કમળ ગુફા અછે ભીલી ભીંતમાં પેઠી... વન.... ૬ ગજગતિ ચાલે ચાલતી તારાં દુ:ખે છે પાય નમણી પઘણી વાલહી પહેરણ પહેર્યા છે પાન... વનઇ... ૭ રાય કહે પ્રધાન સુણો ભીલ્દી રૂપે છે રૂડી ભોળ કરીને ભોળવો મારે મંદિરે લાવો તેડી...વન...... ૮ પ્રધાન ચઢીને આવીયો લાગ્યો ભીલીને પાય રાયકહે હું પ્રાણ તજું શું કરવું મોરી માય... વનઇ... ૯ કહે તું અપછરા દેવકન્યા કહે તું દેવજ પુત્રી એક અચંબો મુજને પડ્યો પહેરણ પહેર્યા છે પાના... વનવ...૧૦ નહિં હું અપછરા દેવકન્યા નહિં હું દેવજ પુત્રી જન્મ દીયો મુજ માવડી રૂપ દીયો કિરતાર... વન.... ૧૧ વન વસોતમે ઝુંપડા આવો અમારે આવાસ અમ રે સરિખા રાજવી કેમ મેલો નિરાશ...વન.... ૧૨ વન રે ભલું મારું ઝુંપડું ખપ નહિં રે આવાસ અમ રે સરીખી ગોરડી તારે ઘેર છે દાસ... વન.... ૧૩ સાલ દાલ ધૃત સાલણા નિત્ય નવા રે તંબોલ પહેરણ ચીર પટોળીયા બેસો હીંચકે હિંડોલ... વન ... ૧૪
આ સક્ઝાય સરિતા
૨૧૩