________________
૧૧૦. જાવડશા શેઠની સઝાય શેઠ ભાવડ નામે વાણીયો રે મૂક સુપન લહે નાર રે ઋણ સંબંધે સુત ઉપન્યો રે જાણ્યો મૃતયોગ વિચાર રે... શેઠ૦ ૧ માલણ નદી તટ જઈ કરી રે મૂકીયો સુકે ઝાડ રે પ્રથમ રોયો પછી હસ્યો રે બોલીયો જડબું ફાડ રે... શેઠ૦ ૨ બાલક રોય ઈણ કારણે રે માગું લાખ ટકાય રે લેઈ અટવી માંહે મૂકીયો રે તાત મૂરખ કાંઈ ખાય રે... શેઠ૦ ૩ બાળ હસ્યો તેણે કારણે રે નહિં ધર્યા ટકા લાખ રે તુમ ઘરે જુઠું બહુ હસે રે જાણો એ સાચી ભાખ રે... શેઠ૦ ૪ પાછો ઘેર લઈ આવીયો રે ખરચ્યું લાખ સુવર્ણ રે જન્મ મહોત્સવ કરે તિહાં ઘણો રે છઠે દિને પામ્યો મરણ રે... શેઠ૦ ૫ બીજો પુત્ર અવસરે જનમીયો રે ત્રણ લાખ દેવા તાત રે મૂક્યો રણ તવ બોલીયો રે લાવ્યા ઘેર સંઘાત રે... શેઠ૦ ૬ ત્રણ લાખ ટકા ખરચીયા રે છઠે દિવસે થયું મરણ રે ત્રીજું સ્વપ્ન લઈ અવતર્યો રે દેહનો કંચન વરણ રે... શેઠ૦ ૭ તેહને માંડ્યો વન મૂકવા રે બોલ્યો મુખથી ભાખ રે મુજને કાંઈ તજો તાતજી રે દેવા છે ઓગણીસ લાખ રે... શેઠ૦ ૮ સુણીય વચન સુતને ગ્રહ્યો રે દીધું ભાવડ નામ રે અનુક્રમે તે યૌવન લહે રે બહુ વાધ્યા ગુણ ગ્રામ રે... શેઠ૦ ૯ માત-પિતા પરભવ ગયા રે ઓગણીસ લાખ ટકાય રે માંડ્યા તેણે તિહાં ખરચવા રે ભરાવી ત્રણ પ્રતિમાંય રે... શેઠ૦ ૧૦ ઋષભ અને પુંડરીકની રે ચક્રેશ્વરી દેવી સંતુષ્ટ રે નવ લાખ ટકા તેહને દિયા રે દશ લાખ કીધી પ્રતિષ્ઠ રે... શેઠ૦ ૧૧ અઢાર વહાણ ધન લાવીયા રે સોનું અસંખ્ય અપાર રે શત્રુંજય ઉદ્ધાર કરાવીયો રે મણિમય બિંબ સુસાર રે... શેઠ૦ ૧૨ એમ ણ છુટી અનૃણ થયો રે કીધાં પુણ્ય અનેક રે વિનય કહે દેણું નવિ ગમે રે જેહને પોતે વિવેક રે.... શેઠ૦ ૧૩
૨૧૨
સક્ઝાય સરિતા