________________
ચક્રીને નયણે તુરત આવ્યા આસુ તામ... ૧ સિંહનાદ ભરતે કર્યો જાણે ફુટ્યો બ્રહ્માંડ ગેંડાનાદે બાહુબળે તે ઢાંક્યો અતિચંડ... ૨ ભરતે બાહુ પસારિયો તે વાળ્યો જિમ કંબ વાનર જિમ હીંચે ભરત બાહુબલિ ભુજ લંબ... ૩ ભરતે મારી મુષ્ટિકા બાહુબલિ શિર માંય જાનુ લગે બાહુબલિ ધરતી માંહે જાય... ૪ ગગન ઉછાળી બાહુબળે મૂકી એવી મૂઠ પેઠો ભરતેશ્વર તુરત ધરતીમાંહે આકંઠ... ૫ ભરત દંડે બાહુતણો ચૂય મુગટ સબુર ભરત તણો બાહુબળે કીયો કવચ ચકચૂર... ૬ બોલ્યા સાખી દેવતા હાર્યા ભરત નરેશ બાહુબલિ ઉપર થઈ ફુલ વૃષ્ટિ સુવિશેષ... ૭ ચક્રી અતિ વિલખો થયો વાચા ચૂક્યો તામ બાહુબલી ભાઈ ભણી મૂક્યું ચક્ર ઉદ્દામ... ૮ ઘરમાં ચક્ર ફરે નહિં કરી પ્રદક્ષિણા તાસ તેજે ઝળહળતું થયું આવ્યું ચક્રી પાસ... ૯ બાહુબલી કોપે ચઢ્યા જાણે કરૂં ચકચૂર મૂઠી ઉપાડી મારવા તવ ઉગ્યો દયા અંકુર... ૧૦ તામ વિચારે ચિત્તમે કિમ કરી મારું ભાત મૂઠી પણ કિમ સંહનું આવી બની દોય બાત... ૧૧ હસ્તિદંત જે નીકળ્યા તે કિમ પાછા જાય ઈમ જાણી નિજ કેશનો લોચ કરે નરરાય... ૧૨
ઢાળ ૩ તવ ભરતેશ્વર વિનવે રે ભાઈ ખમો ખમો મુજ અપરાધ હું ઓછો ને ઉછાંછળો રે ભાઈ તું છે અતિહી અગાધ રે બાહુબલિભાઈ ! મેં ક્યું કીજે એ ? ૧ તું મુજ શીરનો સેહરોરે ભાઈ હું તુજ પગની રે ખેહ
૨૦૮
સક્ઝાય સરિતા ,