________________
એ સવિ રાજ્ય છે તાહ રે ભાઈ મનમાને તસ દેહ રે. બાહુબલિ૦ ૨ હું અપરાધી પાડીયો રે ભાઈ કીધાં અનેક અકાજ લોભવશે મૂકાવિયાં રે ભાઈ ભાઈ અઠ્ઠાણુંના રાજ રે... બાહુબલિ૦ ૩ એક બંધવ તું માહરે રે ભાઈ તે પણ આદરે એમ તો હું અપજશ આગળો રે ભાઈ રહેશું જગમાં કેમ રે... બાહુબલિ૦ ૪ ક્રોડવાર કહું તુજને રે ભાઈ તાતજી ઋષભની આણ એકવાર હસી બોલને રે ભાઈ કર મુજ જન્મ પ્રમાણ રે... બાહુબલિ૦ ૫ ગુન્હો ઘણો છે માહરો રે ભાઈ બક્ષીસ કરીય પમાય રાખો રખે દૂમણ શિી રે ભાઈ લળી લળી લાગું છું પાયરે... બાહુબલિ૦ ૬ ચકીને નયણે ઝરે રે ભાઈ આંસુડા કેરી ધાર તે દુઃખ જાણે તે ઉરે રે ભાઈ કે જાણે કિરતાર રે... બાહુબલિ૦ ૭ નિજ નયરી વિનીતા ભણી રે ભાઈ જાતાં ન વહે પાય હા મૂરખ મેં શું ડ્યુિં રે ભાઈ ઈમ ઉભો પસ્તાય રે... બાહુબલિ૦ ૮ વિવિધ વચન ભરતેશના રે ભાઈ સુણી નવિ રામ્યા તેહ લીધું વ્રત તે ક્યું ફિરે રે ભાઈ જેમ હથેળીમાં રેહ રે... બાહુબલિ૦ ૯ રાજ્ય છોડી હુઆ સંયમી રે ભાઈ ધરી અભિમાન મન ધ્યાન બ્રાહ્મી સુંદરી પ્રતિબોધવા રે ભાઈ મોકલે ત્રિભુવન ભાણ રે...
બાહુબલિ૦ ૧૦ વીરા ! ગજ થકી ઉતરો રે ભાઈ ગજ ચર્થે કેવલ ન હોય બેન વચન શ્રવણે સુણી રે ભાઈ ચેત્યો ચતુરનર સોય રે... બાહુબલિ૦ ૧૧ કેવલ લહી મુગતે ગયા રે ભાઈ બાહુબલી અણગાર પ્રાતઃ સમય નિત્ય પ્રણમીયે રે ભાઈ જિમ હોય જય જયકાર રે...
બાહુબલિ૦ ૧૨ કળશ : શ્રી ઋષભ જિન સુપસાય ઈણિપરે. સંવત સત્તર ઈકોતેરે
ભાદ્રવા શુદિ પડવા તણે દિન રવિવાર ઉલટ ભરે વિમલ વિજય ઉવઝાય સદ્ગર સીસરતન કહે શુભ વરે બાહુબલિ મુનિરાજ ગાતાં રામવિજય જયશ્રી વરે... ૧૩
/ સઝાય સરિતા
૨૦૯